________________
સમયસાર—નજર અધિકાર છે अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणतो । कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो ॥२०२॥ અણુમાત્ર પણ રાગાદિને સદૂભાવ વતે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણ નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતે જ્યાં આત્મને જ, અનાત્મ પણ નહિ જાણતા, તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨.
અર્થ –ખરેખર જે જીવને પરમાણુમાત્ર–લેશમાત્ર–પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલ હોય તે પણ આત્માને નથી જાણતે; અને આત્માને નહિ જાણતો થકે તે અનાત્માને (પરને) પણ નથી જાણતે; એ રીતે જે જીવ અને અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ કેમ હોઈ શકે?
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उपलब्भंतं सहावेण ॥२०३।। જીવમાં અપદભૂત દ્રવ્યભાવે છેડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ.
અર્થ:–આત્મામાં અપદભૂત દ્રવ્ય-ભાવોને છોડીને નિશ્ચિત, સ્થિર, એક આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ભાવનેકે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને–(હે ભવ્ય!) જે છે તે ગ્રહણ કર. (તે તારું પદ છે), आभिणिसुदोधिमणकेवलं च तं होदि एकमेव पदं । सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदि जादि ॥२०४ ।। મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ર૦૪.