________________
1 • ” પરમાગર્મ • જ્ઞાનાવરણદિ ભાવે સાત-આઠ પ્રકારનાં થયેલાં એવાં કર્મોને બાંધે છે. સત્તાઅવસ્થામાં તેઓ નિરુપભાગ્ય છે અર્થાત ભેગવવાગ્ય નથી–જેમ જગતમાં બાળ સ્ત્રી પુરુષને નિરુપભાગ્ય છે તેમ તેઓ ઉપગ્ય અર્થાત ભેગવવાગ્ય થતાં બંધન કરે છે–જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે તેમ, આ કારણથી સમ્યગ્દષ્ટિને અબંધક કહ્યો છે, કારણ કે આસવભાવના અભાવમાં પ્રત્યયને (કમના) બંધક કહ્યા નથી.
रागो दोसो मोहो य आसवा पत्थि सम्मदिहिस्स । तम्हा आसवभावेण विणा हेदू ण पच्चया होति ॥ १७७ ॥ हेद् चदुन्चियप्पो अट्टवियप्पस्स कारणं भणिदं । तेसि पि य रागादी तेसिमभावे ण वझंति ॥ १७८ ।। નહિ રાગદ્વેષ, નમોહ–એ આસવ નથી સુદષ્ટિને, તેથી જ આસવભાવ વિણ નહિ પ્રત્ય હેતુ બને; ૧૭૭. હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણું કારણ કહ્યા, તેનાંય રાગાદિક કહ્યા, રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૭૮.
અર્થ:–રાગ, દ્વેષ અને મોહ–એ આસો સમ્યગ્દષ્ટિને નથી તેથી આસવભાવ વિના દ્રવ્યપ્રત્ય કર્મબંધનાં કારણ થતા નથી.
(મિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે, અને તેમને પણ (જીવન) રાગાદિ ભાવ કારણ છે; તેથી રાગાદિ ભાવના અભાવમાં કર્મ બંધાતાં નથી. (માટે સમ્યગ્દષ્ટિને બંધ નથી.)