SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [ લઘુ ત્રિષ િશલાકા પુરુષ, - ~- ~ ~-~~~- ~~-~મુખ્યપણાના ચિન્હરૂપ વજા માણેકને સુંદર સુગટ, કાનને વિષે કુંડળ, કંઠને વિષે દિવ્ય મોતીની માળા, હાથને વિષે બે બાજુબંધ, કાંડાને વિષે કંકણ, કમરને વિષે સેનાને કરે, તથા ચરણને વિષે સોનાનાં માણિકયમય તેડા વિગેરે આભૂષણેથી પ્રભુને અલંકૃત કર્યા. પછી તે અતિ ભક્તિવાળા ઈન્ડે પારિજાતનાં કુલેની માળા પહેરાવી. પછી પ્રભુની સન્મુખ ઉભા રહી જરા પાછા ખસી ત્રણવાર આરતી ઉતારી શકસ્તવવડે વંદન કરી પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ કરી. હે જગત્પતિ! ત્રણ લેકને વિષે સૂર્ય સમાન એવા હે પ્રભુ! હું તમને નમસ્કાર કરું છું. હે પ્રભુ! આપના જન્મ મુહૂર્તને પણ હું વંદન કરૂ છું. હે નાથ ! તમારા જન્માભિષેકના જળથી આ રતનપ્રભા પૃથ્વી પવિત્ર થઈ છે. હે પ્રભુ! જે મનુષ્ય તમારૂ હંમેશાં દર્શન કરશે તેઓને ધન્ય છે. અમે તે અવસરે જ આપવાનું દર્શન કરનારા છીએ. હે સ્વામી! ભરતક્ષેત્રના પ્રાણીઓને મેક્ષમાળ બંધ થઈ ગએલો છે. તેને આપ ઉઘાડો કરશે. હે પ્રભુ! તમારા દર્શનથી પ્રાણીઓનું શ્રેય થાય છે. હે પ્રભુ! તમને કેઈની ઉપમા આપી શકાય તેમ નથી. એટલે અમે આપની વધારે સ્તુતિ કેવી રીતે કરીએ. હે પ્રભુ! તમારા અલ્પ ગુણોનું વર્ણન કરવાને પણ હું શક્તિવાન નથી, તે સ્વયંભુરમણ સમુદ્રના જળસમાન તમારા બધા અગાધ ગુણેને કેવી રીતે વર્ણવી શકું! ” મેરૂ ઉપરની સ્નાત્રવિધિ બાદ ઈન્દ્ર ભગવાનને માતા આગળ મુકયા અને તેમની રક્ષાની ઉદ્ઘેષણ કરી. આ પ્રમાણે ભગવાનની ઘણા હર્ષ સહિત સ્તુતિ કરી પાંચ રૂપ કરી સૌધર્મેન્દ્ર આકાશ માર્ગે ચાલી મરૂદેવા માતાના મંદિર પ્રત્યે આવ્યો તેણે પ્રથમ મુકેલુ તીર્થકરનું પ્રતિબિંબ લઈને તે સ્થાનકે માતાની પાસે પ્રભુને મુકયા. અને મરૂદેવા માતાની અવસ્થાપિની નિદ્રા દુર કરી. પછી દિવ્ય અને રેશમી વસ્ત્ર ચુગલ અને રત્નમય કુંડલ પ્રભુના ઓશીકે મુકયાં અને એક રત્નજડિત સેનાને ગેડી–દડો ત્યાં મુકો. પછી ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, બત્રીશ કેટી હિરણ્ય, તેટલું જ સુવર્ણ, બત્રીશ બત્રીશ નંદાસન, ભદ્રાસન તથા બીજાં અતિ મનહર વવિગેરે સંસારિક સુખને આપનારી વસ્તુઓ લાવીને પ્રભુના ભવનમાં મૂકે કુબેરે તરતજ તે પ્રમાણે જંલકનામના દેવતા પાસે સર્વ વસ્તુઓ સુકાવી. પછી ઇદ્દે આભિગિક દેવતાઓને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવામાં ઉષણ કરે કે “અહંતનું અને તેમની માતાનું જે કઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અજકે મંજવીની પેઠે સાત પ્રકારે ભેદાશે. પછી તે આભિગિક દેવતાઓએ ઈદ્રના કહેવા પ્રમાણે ભુવનપતિ, વ્યંતર, તિષી, અને વૈમાનિક દેવતાઓને વિષે તે પ્રમાણે ઉઘેષણ કરી, પછી ઇન્દ્ર ભગવાનના અંગુઠામાં અમૃતને સંચાર કર્યો. કારણ કે અહંતો, સ્તનપાન અર્જકમંજરી-એક જાતના વૃક્ષની માંજર છે કે જ્યારે પાકીને ફુટે છે ત્યારે તેના કઠા થાય છે, - -
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy