________________
શ્રી કષભદેવ ચરિત્ર
૧૭
ફરકી રહ્યો હતો. નદીઓના પ્રવાહથી વીંટાએલો જેમ સાગર શોભે તેમ સામાનિક વિગેરે કરોડ દેવતાઓથી વીટાએ ઈદ્ર શોભવા લાગ્યો. દુંદુભિના અવાજથી અને ગંધર્વોના તથા નાટકના વાજીંત્રોના અવાજથી ગજેનાવાળું તે વિમાન બીજા વિમાને સાથે ઈંદ્રની ઈચ્છાથી સૌધર્મદેવલોકના મધ્યમાં થઈને વાયુવેગે ચાલ્યુ ડીવારમાં અસંખ્ય દ્વીપ સમુદ્રને ઉલ્લંઘન કરીને નંદીશ્વર દીપે આવ્યું. તે દ્વીપના દક્ષિણ પૂર્વના મધ્ય ભાગમાં રતિકર પર્વતની ઉપર ઈકે તે વિમાનને સંક્ષિપ્ત કર્યું. ત્યાંથી આગળ કેટલાએક કપ સમુદ્રને ઉલ્લંધી તે વિમાનને અનુક્રમે તેથી પણ સંક્ષેપ કરતે ઈદ્ર જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં આદિ તીર્થકરના જન્મ ભુવનને વિષે આવી પહોંચ્યા. ત્યાં તેણે તે વિમાનથી પ્રભુના અતિકાગ્રહની પ્રદક્ષિણા કરી ઈશાન ખુણામાં તે વિમાનને સ્થાપન કર્યું. પછી વિમાનમાંથી ઉતરીને તે શકેદ્ર પ્રભુની પાસે આવ્યો. અને માતા સહિત પ્રભુને પ્રદક્ષિણા કરીને ફરીથી પ્રણામ કરી મસ્તક ઉપર અંજલિ જેડી મરૂદેવા માતાને કહેવા લાગ્યા કે “હે જગત્ માતા ! રત્નરૂપ જગદીપક પુત્રને જન્મ આપનાર એવાં તમને હુ નમસ્કાર કરું છું. હે દેવિ ! તમને ધન્ય છે. હું સૌધર્મ દેવલોકન ઈદ્ર છું તમારા પુત્ર અરિહંતને જન્મોત્સવ કરવાને હું અહિં આવેલો છું. માટે તમારે ભય રાખ નહિ.” એવી રીતે કહી મરૂદેવા માતાને અવસ્થાપિનીકા નામની નિદ્રા આપી પ્રભુનું એક પ્રતિબિંબ કરીને તેમના પડખામાં મૂક્યું, અને પિતાનાં પાંચ રૂ૫ વિકુવી એકરૂપે ભગવંતની સમીપે આવી પ્રણામ કરી વિનયથી નમ્ર થઈ લ્યો કે “હે ભગવન ! આજ્ઞા આપો.” એમ કહી ભગવાનને પોતાના બે હાથથી ગ્રહણ કર્યા. એક રૂપે ભગવાનને છત્ર ધર્યું. બે રૂપે સુદર ચારે ધારણ કર્યા અને એક રૂપે ભગવાનની આગળ વજ ધારણ કર્યું. આકાશના જેવા નિર્મળ ચિત્તવાળે ઈદ્ર આ રીતે દેવ સહિત પાંચ રૂપે આકાશ માર્ગે ચાલ્યો. અને મેરૂ પર્વત ઉપર ગયો. ત્યાં પાંડુક વનમાં દક્ષિણ ચૂલિકાની ઉપર અતિપાંકબલા નામની શિલાની ઉપર અહંત સ્નાત્રને યોગ્ય સિંહાસન ઉપર હર્ષ સહિત પ્રભુને પોતાના ખોળામાં લઈને બેઠો. ચેસઠે ઈન્દ્રનું પિતાના પરિવાર સાથે ભગવાનના જન્મમહોત્સવમાં આવવું.
જે વખતે સૌધર્મેદ્ર મેરૂ પર્વત ઉપર આવ્યા તે જ વખતે મહાષા ઘંટાના નાદથી પ્રબોધિત થએલા અઠ્ઠાવીસ લાખ વિમાનવાસી દેવતાઓથી પરવારેલે ત્રિશુળધારી વૃષભના વાહનવાળો ઈશાન દેવલોકન અધિપતિ પોતાના પુષ્પક નામના વિમાનમાં બેસી સૌધર્મેદ્રની પેઠે ત્યાં આ. સનતકુમાર ઈદ્ર પણ બાર લાખ વિમાનવાસી દેવતાઓ લઈ સુમનસ નામના વિમાનમાં, મહેન્દ્ર નામે ઇંદ્ર આઠ લાખ વિમાનવાસી દેવતાઓ સહિત શ્રીવત્સ નામના વિમાનમાં, બ્રક્ષેદ્ર નામે ઇદ્ર ચાર લાખ દેવતાઓ સહિત નંદાવર્ત નામના વિમાનમાં, લાંતક નામે ઈદ્ર પચાસ હજાર દેવતાઓ સહિત કામગવ નામે વિમાનમાં, શુક નામે ઈદ્ર ચાલીસ હજાર દેવતાઓ સહિત પ્રીતિગમ નામે વિમાનમાં, સહસ્સાર નામે ઇદ્ર છ હજાર દેવતાઓ સહિત પોતાના મરમ નામે વિમાનમાં, આનત