________________
તીર્થસ્થાપન બાદ ]
૨૧૧
વીસમું વર્ષ
રાજગ્રહથી વિહાર કરી ભગવાન કૌશામ્બી જતાં વચ્ચે આલંશિકા પધાર્યા. દેવેએ સમવસરણ રચ્યું. બાર પર્ષદા મળી શ્રાવકેએ પુછયુ કે “ઝબિભદ્ર પુત્ર” દેવેની સ્થિતિ તેત્રીસ સાગરોપમની કહે છે. તે બરાબર છે કે કેમ?” ભગવાને કહ્યું “ઋષિભદ્રની વાત સાચી છે ઋષિભર શુદ્ધ શ્રાવક છે અને તે શ્રાવક ધર્મ આરાધી સૌધર્મ દેવલોકમાં દેવ થશે. આલંબિયાથી ભગવાન કૌશાંબી પધાર્યાં ભગવાને દેશના આપી. આ દેશનામાં ચંડપ્રોતની આઠ રાણીઓએ અને મૃગાવતીએ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. ઉદાયન બાળકની સાર સંભાળ લેવાનું કામ મૃગાવતીએ ચંપ્રદ્યોતને જ સોંપ્યુ.
આ પછી ભગવાન કૌશાંબીથી વિહાર કરી વૈશાલી પધાર્યા. અહિં વીશમું ચાતુર્માસ
એકવીસમું વર્ષ ધન્ય, સુનક્ષત્ર, કુંડલિક શ્રાવક અને શ્રાવકે સદાલપુત્ર.
વૈશાલીથી ભગવાન વિહાર કરી કાકન્ટી પધાર્યા. આહં કાકન્દીમાં ભદ્રાના પુત્ર ધન્યને અને સુનક્ષત્રને દીક્ષા આપી આ ધન્ય અને સુનક્ષત્રે ઉગ્ર તપશ્ચર્યા કરી દુષ્કર તપ કરનાર તરીકે નામના મેળવી
કાન્દીથી ભગવાન કાંપિત્યનગરમાં પધાર્યા. અહિં કંડકલિક નામના ગહસ્થ ભગવાન પાસે બાર વ્રત સ્વીકાર્યા. આ કુંડલિક પાસે અઢારકોડ નૈયા અને છ ગોકુળ હતાં ત્યાંથી ભગવાન પિલાસપુર પધાર્યા. અહિં સાલપુત્ર નામને કુંભાર હતો. તેની પાસે ત્રણ ક્રોડ સોનૈયા અને દશ ગોકુલ હતાં તેણે પણ ભગવાન પાસે બારવ્રત સ્વીકાર્ય : આ સાલપુત્ર પ્રથમ આવક મતનો પરમ ઉપાસક હતું પરંતુ ભગવાનના પરિચયે તેણે આવક મત છેડી શ્રાવક વ્રતને સ્વીકાર કર્યો હ. ઉપાસકદશાંગસૂત્રમાં સાલપુત્ર સંબંધી ભગવાન મહાવીર સાથે અને ગોશાળા સાથે થયેલી ચર્ચા વિસ્તૃત રીતે આવે છે
પલાસપુરથી ભગવાન વાણિજ્યગ્રામ પધાર્યા. અને ત્યાં એકવીસમું ચાતુર્માસ
પૂર્ણ કર્યું.
બાવીસમું વર્ષ. શ્રાવકે મહાશતક અને રેહ અણુગાર વિગેરે.
ચાતુર્માસ બાદ ભગવાન રાજગૃહીમાં પધાર્યા. અહિં મહાશતક ભગવાન પાસે આવ્યો અને તેણે શ્રાવકધમ ને સ્વીકાર કર્યો મહાશતકની પાસે ચોવીશકોડ એનૈયા અને આઠ ગોકુળ હતાં. તેને રેવતી વિગેરે તે સ્ત્રીઓ હતી. મહાશનક વશ વર્ષ શ્રાવકજીવન જીવી માસખમણની તપશ્ચર્યા કરી મૃત્યુ પામી દેવકે ગયે. ભગવાને બાવીસમુ ચાત મસ રાજગૃહમાં પસાર કર્યું. આ ચાતુર્માસ દરમિયાન પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ સાથે લેક, કાળ વિગેરે સંબંધી અનેક પ્રશ્નો થયા. જે વૃત્તાન્ત ભગવતી સૂત્રના પાંચમા શતકના