________________
૧૯૦
[ લ બ્રિષ્ટિ શલાકા પુરુષ,
-
૧ -
દુગધા રાણું.
શ્રેણિકને નંદા, નંદમતી, નદત્તરા, નરસેના, મહતા, સુમરૂતા, મહામરૂતા, મરૂદેવા, સુભદ્રા, ભદ્ર, સુજતા, સુમના અને ભૂતદિત્તા આ તેર સ્ત્રીઓ હતી. તે સર્વ દીક્ષા લઈ મેસે ગએલ છે તેમ અંતગડસૂત્રમાં જણાવેલ છે. આ તેર ઉપરાંત ઘણી સ્ત્રીઓ પૈકી શકિને દુર્ગધા નામે રાણી હતી. આ દુર્ગધાએ પૂર્વજન્મમાં મુનિને દાન આપ્યું હતું તેથી રાણું બની હતી અને મુનિના વેષની જુગુપ્સા કરી હતી, તેથી જન્મતાં દુર્ગ ધમય બની હતી. તે વેશ્યાને ત્યાં ઉત્પન્ન થઈ હતી અને વેશ્યાથી ત્યજાએલી આભીરને ત્યાં ઉછરી મોટી થતાં તેને દુર્ગધ ચાલ્યા ગયે અને તે લાવસ્મય રૂપને પામી. શ્રેણિકે એક ઉત્સવમાં તેને દેખી તેથી તેના રૂપથી લલચાઈ તે તેને પરણ્યો અને તેને પટરાણું બનાવી. સમય જતાં ભગવાનની પાસે તેણે પણ દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યું. અનાથી સુનિ.
શ્રેણિક અનાથી મુનિના પ્રસંગથી સમકિત પામ્યા. તે અનાથી મુનિને પ્રસંગ આ પ્રમાણે છે.
એક વખત શ્રેણિક ફરવા નીકળે ત્યાં મહિકુક્ષિ ચૈત્યમાં એક રૂપવાન યૌવનવાળા મુનિને દેખી તેમને નમી તેણે પૂછયું, “ભગવંત! તમારી યુવાવસ્થા છે. સુકમળ શરીર છે, તે છતાં શા માટે દીક્ષા લીધી?” મુનિએ કહ્યું “શ્રેણિક! હું અનાથ છું. મારે કઈ રક્ષક નથી.” શ્રેણિકે કહ્યું “અનાથનું રક્ષણ કરનાર હું રાજા છું. મુનિએ કહ્યું
રાજ! મારે ઘેર ઘોડાઓ હતા હાથીઓ હતા. પિતાની અનર્ગલ સાહ્યબી હતી. બત્રીશ સ્ત્રીઓ હતી. એને હતી. નાના ભાઈ હતા. સેંકડે સેવકો અને મિત્ર પણ હતા છતાં હે રાજન ! મને એક વખત આંખે તીવ્ર વેદના થઈ. માથામાં ઘેર પીડા થઈ. મારી પીડાનું કે રક્ષણ કરી શકયું નહિ અને હ સમજો કે “ખરેખર હું અનાથ છું. મેં નિશ્ચય કર્યો કે “આ વેદનામાથી છુટું તે દીક્ષા લઈ સ્વય સાધુ, રાજન એજ રાત્રિએ મારી વેદના અદશ્ય બની અને મેં સગાવહાલાંની અનુજ્ઞા મેળવી દીક્ષા લીધી. શ્રેણિક બેલ્યા “હે મહર્ષિ ! આપ સનાથ છે. હું અનાથ છું, કારણ કે તમે તમારે નાથ ધામને બનાવ્યો છે. રાજા અહિં સમતિ પામે. મેઘકુમાર
શ્રેણિક રાજાને ધારિણી નામની રાણીથી ગજેન્દ્ર સ્વમ સૂચિત મેઘમારે નામે પુન થી. આ ઉપરાંત નંદષેણ, કાળ, સુકાળ, મહાકાળ, કૃષ્ણ, સુકવુ, જાલી, માલી, ઉલયાલી વિગેરે અનેક પુત્ર થયા.
શ્રમણ ભગવાન મહાવીર અપાપા નગરીથી રાજગૃહીના ગુણગેલ નામના ઉદ્યાનમાં પધાર્યા એ સમવસરણું રચ્યું. લેકેના ટેળેટેળાં દેશના સાંભળવા ઉલટયાં. શ્રેણિક રાજ પણ પુત્ર સહિત સમવસરણમાં આવ્યું. ભગવાનની સ્તુતિ કરી દેશના સાંભળવા