________________
તીર્થસ્થાપન બાદ 1
૧૫ mmm.anaannnammm um બાર વર્ષ બાદ મુક્તિ પદને વર્યો. શ્રી સુધર્માસ્વામિ ચિરંજીવ હોવાથી ભગવાનના શાસનનું સંરક્ષણ અને આધિપત્ય તેમણે સંભાળ્યું. )
ભગવંતને ગણધરે અગિયાર થયા પણ વાચના અને ગણુ નવ થયા. કેમકે અચલ અને અકંપિતની એક વાચના અને એક ગણું તેમજ મેતાર્ય અને પ્રભાસની પણ એક વાચના અને એક ગણુ થયે.
આ સમવસરણમાં ચંદનબાલા વિગેરે ઘણી રાજકન્યાઓએ પ્રભુના હાથે દીક્ષા અંગીકાર કરી અને આ સર્વના સુખ તરિકે ભગવતે ચંદનબાળાને સ્થાપી. આમ કોઈએ દીક્ષા, કેઈએ શ્રાવકપણું તે કેઈએ વિવિધ વ્રતનિયમ ગ્રહણ કરી સ્વશ્રેય સાધ્યું. આ રીતે આ સમવસરણમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ અને વૈશાખ સુદ અગિયારસના દિવસથી મહાવીર ભગવાનના શાસનની શરૂઆત થઈ. શ્રમણ ભગવાનના શાસનને શાસનદેવ માતંગ અને શાસનદેવી સિદ્ધાયિકા થઈ. આ પછી ભગવાને લોકે ઉપર ઉપકાર કરવા રાજગૃહ તરફ વિહાર આરંભ્યો.
મહારાજા શ્રેણિક, મેઘકુમાર અને નંદિષેણુ વિગેરે.
આ અરસામાં શાપુર નગરમાં પ્રસેનજિત નામે રાજા રાજ્ય કરતે હતે. આ રાજા પાશ્વનાથ પ્રભુના શાસનને માન્ય કરનાર અને શ્રાવકવ્રતને ધારણ કરનારે હતું. તેને ધારિણું વિગેરે ઘણી રાણીઓ અને શ્રેણિક વિગેરે ઘણા પુત્રો હતા. શ્રેણિકને પૂર્વભવ.
આ ભરતક્ષેત્રમાં જિતશત્રુ નામે રાજાની અમરસુંદરી નામે પટરાણીથી સુમંગળ નામે રાજપુત્ર થયો. આ રાજપુત્ર બુદ્ધિશાળી, કલાનિધિ અને રૂપવાન હતે. તેને સેનક નામે મંત્રી પુત્ર મિત્ર બન્યો. આ મિત્ર રાજકુમારને રમકડાના સાધનરૂપ હતો. કારણ કે સેનકની આકૃતિ બેડેવળ હતી, વાળ પીળા હતા, નાક ચીબુ હતું. હેઠ લાંબા હતા અને કાન નાના હતા. રાજકુમાર હરહંમેશ સેનકને ટપલી મારતા, ચીડવતે અને હાંસી કરી ખુબખુબ પજવતે. સેનક રાજકુમારથી કંટાળ્યો અને તે અંગલમાં જઈ તાપસ બન્યું. દિવસ જતાં સુમંગળ રાજા બન્યું. એક વખત શિકારે જતાં સુમંગળ જંગલમાં ભૂલો પડે. અને સેનકના આશ્રમે આવ્યું. તપસ્વી રોનકને તેણે ઓળખ્યો તે પગે લાગ્યું, અને ભેજન માટે નિમંત્રણ આપ્યું. તપસ્વી સેનકે કહ્યું “હાલ તે મારે માસખમ છે એટલે ભિક્ષા માટે નહિ આવું પરતુ પારણે જરૂર આવીશ. પાર સેનક રાજમંદિરે ગયે. પણ રાજાની તબિયત બરાબર ન હોવાથી કોઈએ તેના આવ્યાનું ધ્યાન આપ્યું નહિ રાજાને તાપસ પાછા ફર્યાની ખબર પડતાં તે આશ્રમે ગયો અને ક્ષમા માગી કહેવા લાગ્યો કે મારે ત્યાં પધારે તપસ્વીએ બીજે પારણે આવવાનું કબુલ કર્યું. સેનક