SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થસ્થાપન બાદ ] ૧૮૩ છે. એક સિદ્ધાત્મા અને એક સંસારસ્થ આત્મા. જે આત્મા કર્મ રહિત બને તે સિદ્ધાત્મા. આ સિદ્ધાત્મા કેવલજ્ઞાનથી સર્વવ્યાપક અને બીજદગ્ધ થયા પછી વૃક્ષ ન ઉગે તેમ સર્વથા કર્મ નાશ થયા પછી નવું કર્મ બાંધતે નથી અને જ્યારે તે કર્મબધ ન કરે ત્યારે તેને છુટા થવાનું રહેતું નથી. પણ જે કર્મયુક્ત સંસારી શરીરી આત્મા છે. તે તે ભવભ્રમણ કરે છે. નવીન નવીન કર્મ બાંધે છે. અને હું સુખી દુખી તેવા ભિન્ન ભિન્ન ભાવેને અનુભવે છે. આથી ઉપરોક્ત વેદવાકય સિદ્ધાત્માનું સ્વરૂપ બતાવનાર છે. નહિ કે સર્વ આત્મા વિષ્ણુ વિગેરે છે તે બતાવે છે.” મંડિતને પિતાની શંકાનું સમાધાન થયું અને તેમણે ૩૫૦ શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. સાતમા ગણધર શ્રી મૌર્યપુત્ર. પંડિત મૌર્યપુત્ર ૫ધારતાં ભગવાને તેમને કહ્યું “જો જ્ઞાનાતિ અપમાન જીવના ચિમકાપુરી” અને “ઘા થયુ જનમાડલા છે. જછત્તિ આ બે વેદપદથી તમને શંકા જાગી કે “એક વેદપદ ઈન્દ્ર ચમ વરૂણ છે એમ કે જાણે છે?" એમ કહી દે ને અભાવ જણાવે છે. અને બીજું પદ સ્વર્ગલોકને બતાવે છે. આથી તમે દે નથી તેમ માન્યું છે. પણ આ બરાબર નથી. પ્રથમ મારી અને તમારી સમક્ષ આ બધા દે છે તે જુઓ અને શંકાને દૂર કરે. “ જાતિ આ પદ દેવોને અભાવ સૂચવતું નથી પણ હજાર લાખ વર્ષના આયુષ્યવાળી દેવસ્થિતિ પણ આખરે નાશવંત છે તેમ જણાવે છે. જેમ સ્વપ્નમાંથી ઉઠયા બાદ સ્વપ્નની કોઈ વસ્તુ રહેતી નથી તેમ હજાર લાખ વર્ષ દેવસુખ ભગવ્યા છતાં સમય પૂરો થતાં ત્યાંથી રયળ્યા બાદ તેને સહેજ પણ અંશ અનુભવાતા નથી. આમ આ વેદપદ દેવલોકના સુખનું નશ્વરપણું જણાવે છે. મનુષ્યભવ સુખ દુઃખ મિશ્રિત લાગણી વાળે છે. અહિં ગમે તે માણસ હશે તે પણ કેવળ સુખ મગ્ન નહિં રહી શકે, સર્વ પ્રકારે સુખમગ્ન રહેવાની કુદરતી જોગવાઇવાળું સ્થાન તે દેવલોક છે.” મૌર્યપુત્રને તેમની શંકાનું સમાધાન થયું અને તેમણે ભગવાનનું શિખ્ય સહિત શરણું ગ્રહ્યું. આઠમા ગણધર શ્રી અકપિત. આ પછી ભગવાને આવેલ અકંપિત પંડિતને કહ્યું કે તમેને “ર જૈ જૈ જ નારાં નિત” અને “નારો છે પણ કોચ ઃ કામાતિ” આ બે પદથી નારકના અસ્તિત્વમાં શંકા ઉપજી છે. પ્રથમ પદથી નારકે નથી તેમ માન્યું અને બીજા પદથી નારકમાં છ ઉત્પન્ન થાય છે તેમ જાણ્યું. આથી તમે માન્યું કે જગતમાં જે છ દુખી છે તે નાર છે. નરક એવું બીજું કોઈ સ્થાન નથી. પણ આ વરતુ બરાબર નથી. ચારી વ્યભિચાર કે હિંસા કરનાર છાને તેમના ગુન્હાને અનુરૂપ કુદરતી શિક્ષા આપનાર કેવળ દુખમય જે સ્થાન છે તે નરક છે. પ્રથમ વેદવાકય નારકનો અભાવ સચવત નથી. પણ તે એમ જણાવે છે કે નારકમાથી નીકળેલા જીવ કરી નારક
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy