SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ જવા લાગ્યો કે “આ સિદ્ધાર્થ રાજપુત્ર વર્ધમાનકુમાર શર્મચક્રવત્તિ છે.” રાજાએ મા માગી જવાન ત્યાંથી પુરિમતાલ નગર પધાર્યા ત્યાં વગુર શ્રાવકે તેમને સાર કો આ પછી ભગવાન ઉનાગન ગોભૂમિ થઈ આઠમું ચોમાસું રાજગૃહમાં જેવા કરિ પણ ચાર માસિક તપ કર્યું અને પારણું રાજગૃહની બહાર કરી ભગવાને પિનાને ાિ લંબા. નવમું વર્ષ. - ભગવાને વિચાર્યું કે “આદેશમાં વિહાર કરવાથી મને બહુ ઉપસર્ગો નહિ નડે. મારે હજી ઘcy માં ખપાવવાં બાકી છે અને તેને લય આકરા ઉપસર્ગ વિના થશે નહિ.” આથી વાગવાને વજભૂમિ અને શુભુમિ જેવા અનાથદેશમાં વિહાર આર. અહિં રમના લોકોને તેમને અનેક પ્રકારના ઉપસર્ગો આપ્યા. ભગવાને તે સર્વ સમભાવે સહા નવમું મારું સ્થાનના અભાવે ભગવાને જ્યાં ત્યાં વિચરી પુરૂ કર્યું આમ છ માસ ઇમાસી તપ પૂર્વક અનાર્થમિમાં વિચરી ભગવાન આર્યભૂમિ તરફ પધાર્યા. દશમું વર્ષ. ભગવાન સિદ્ધાર્થ પરથી કુર્મગ્રામ તરફ જતા હતા માર્ગમાં એક તલને છોડો પડશો હતો ગોથાળે ભગવાનને પૂછયું “હે ભગવાન! આ પડેલે તલને છોડ ફળશે કે નહિ ?' ભગવાને કહ્યું “ફળશે અને આ કુલ સાત તલ રૂપે થશે ' ગૌશાળે ભગવાનનું વગન ખોટું કરવા તલના છેડવાને ઉખેડી દૂર ફેકી દીધો પણ દિવ્યવૃષ્ટિથી તે છોડ જમીનમાં છું અને તેમાં સાત કુલ તલરૂપે ઉત્પન્ન થયાં ગોશાળે ભગવાન સાથે વિહાર કરી કુર્મગ્રામની હાર ઉદ્યાનમાં આવ્યો. અહિ વૈશાયન નામને તાપસ આતાપના લઈ રહ્યો હતો તે દયાળુ હોવાથી તડકાને લઈ બહાર નીકળતી જૂઓને ફરી ફરી જટામા નાખતો હતે. ગાશાળો તેની પાસે આવ્યો. અને યૂકાશયાતર કહી વારવાર મશ્કરી કરવા લાગ્યો. આથી વૈશાયનને કોઈ ચઢશે. અને તેણે ગોશાળા ઉપર તેલેક્યા મૂકી પરંતુ ભગવાને તુરત શીતલેશ્યા સુકી તેની રક્ષા કરી. કારણ કે સજજને હમેશાં રક્ષામા દક્ષ જ હોય છે. ગશાળાને ખબર પડી કે ભગવાને મને શીતલેશ્યા મુકી. બચાવ્યો છે તેથી તે ભગવાનને કહેવા લાગ્યા ભગવાન શી રીતે તેજેશ્યા ઉત્પન્ન થાય? ભાવી અનર્થને જાણતા છતાં ભગવાને તે સ્થાની વિધિ બતાવતાં કહ્યું જે મનુષ્ય છ મહિના સુધી નિરતર છઠ તપ પૂર્વક સૂર્ય સામે દષ્ટિ રાખી આતાપના છે અને પારણે મુઠીભર અડદના બાકળા તથા ચોગળ ગરમ પાણી પી સાધના કરે તે આ તેજલેશ્યાને મેળવી શકે છે.' ૧ પુરિમતા નગરમાં વગુર નામે શ્રાવક હતો તેણે શકટઉદ્યાનમાં રહેલ મહિનાથની મૂતિ આગળ પુત્રની બાધા રાખી હતી. આ બાધા ફળી. વગુરે મહિનાથનું નવીન મદિર કરાવ્યું આ અરસામાં ભગવાન ત્યા આવ્યા અને તેણે તેમનો સત્કાર કર્યો. ૨ ઉનાગન_નગર જતા ગોશાળે માર્ગમા એક મોટા દાતવાળા યુગલની મશ્કરી કરી આથી તેને યા મારવામાં આવ્યો,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy