________________
૧૬૨
[ લધુ ત્રિશ િશલાકા પુરુષ
કારણ કે તે જ વખતે ઈન્દ્ર ભગવાનના મુખમાંથી બેલાએલ વચન મિથ્યા ન થાય માટે તેની પાચ આંગળી અદશ્ય રહી ઉડાવી દીધી હતી. લોકો આશ્ચર્ય ચકિત થયા. અને અચ્છ દક શરમાયે. અચ્છ દકના ગયા પછી સિદ્ધાર્થ લેકે આગળ કહ્યું કે “આ અછંદકે વીરશેષનું વાસણ ચોર્યું હતું તે તેના ઘેર ખજુરના વાઢિયા નીચે છે. તેણે પહેલાં ઈન્દ્રશર્માના હડને મારી નાંખ્યો હતો અને તેનાં હાડકાં હાલ પણ બેરડી નીચે પડયાં છે. ત્રીજી વસ્તુ તો મારે કહેવા જેવી નથી તેથી તેની સ્ત્રી જ કહેશે” લેકે તેની સ્ત્રી પાસે ગયા ત્યારે તે બોલી કે તેનું મોઢું જોવામાં પાપ છે. તે દૂર ભગિની ભક્તા છે આ પછી લોકેએ અછ દકનો તિરસ્કાર કર્યો. એક વખતે ભગવાનને એકલા દેખી. અછંદક તેમની પાસે આવ્યો. અને કહેવા લાગ્યું “હે પૂજ્ય! આપ તે સર્વત્ર પૂજાઓ છો, હું તે અહિં પૂજાઉ છુ માટે આપ દયા કરી બીજે જાઓ તે અમારા જેવાનું શાસન ચાલે.' ભગવાને અપ્રીતિ થાય તેવે ઠેકાણે ન રહેવું તે અભિગ્રહ ગ્રહણ કર્યો હોવાથી ભગવાને તુર્ત વાચાલ તરફ વિહાર કર્યો.
વાચાલ નામના બે સનિષ હતા. એક ઉત્તર વાચાલ અને બીજું દક્ષિણ વાચાલ આ બે નિવેશની વચ્ચે રૂફલા અને સુવર્ણલા નામની બે નદીઓ વહેતી હતી. ભગવાન સુવર્ણકૂલાના કાંઠા પરથી વિહાર કરતા હતા તે વખતે તેમના સ્ક છે રહેલ અધવસ્ત્ર પવનથી ઉડી કાંટા ઉપર પડયું. અને તે એમ બ્રાધાણે ઉઠાવી લીધું. આ સેમને ભગવાને દીક્ષાના પ્રથમ દિવસે અસ્ત્ર આપ્યું હતું પણ તુણુનારના કહેવાથી બીજા અવશ્વ માટે તે ભગવાનની પાછળ તેર મહિનાથી ફર્યા કરતો હતે. શરમથી તે વસ્ત્ર ભગવાન પાસે માંગી શકતો નહોતે તેમ તેને મેહ છડી ઘેર પણ જતો નહોતો પરંતુ તેર મહિને વસ્ત્ર પડતાં તેણે તેને ઉઠાવી લીધું. આ પછી ભગવાન અલક રહ્યા.
ભગવાનની પદપતિ સુવર્ણવાલુકાની રેતમાં પડેલી દેખી પુષ્ય નામને એક નિમિત્તિઓ પગલાને અનુસરી ભગવાન પાસે આવ્યે તેણે ભગવાનને જોઈ વિચાર્યું કે “હું રેખા શાસ્ત્ર નાહક ભો. તે શાસ્ત્રમાં જણાવેલી સમગ્ર ઉત્તમ રેખાઓ આમના પગમાં છે. છતાં તે મુનિ બની ફરે છે. શાસ્ત્રને ખોટું માની જેવું તે નદીમાં પધરાવવા જાય છે. તેવામાં શક્રેન્દ્ર પ્રગટ થયા. અને તેને કહ્યું કે “આ તારું અવિચારી પગલું છે તારૂં શાસ્ત્ર સાચું છે અને આ ઈન્દ્ર અને ચક્રવતિ પૂછત તીર્થકર થનાર ભગવાન મહાવીર છે. આ પછી ઈન્દ્ર પુષ્યને ધન આપી સ તેષ પમાડ અને ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા. ચંડકૌશિક સપને ઉપસર્ગ
ઉત્તરવાચાલ તરફ જવાના બે માર્ગ હતા. એક સીધે અને એક ફરીને જવાને, સીધા માર્ગમાં વચ્ચે કનકખલ ષિને આશ્રમ આવતો હતે અહિં એક દષ્ટિવિષ સર્પ રહેતા હતો. તેથી આ માગે કઈ મનુષ્ય કે પશુપખી જતું ન હોવાથી તે નિજન, ભયંકર અને વિકટ હતો ભગવાનને લોકેએ તે માગે ન જવાની વિનંતી કરી છતાં ભગવાન તે વિકટ માગે ગયા અને કનકલ આશ્રમમાં કાઉસગ ધ્યાને રહ્યા સર્ષ ધુંઆપૂંઆ થતો આવ્યો અને