________________
૧૪૪
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુજ્ય વંદન કર્યું પણ ભગવાન ધ્યાન ધરતા મૌન રહ્યા ભગવાનના વિહારબાદ સ્મૃતિચિન્હ તરીકે કરકંડુ રાજાએ ત્યાં એક પ્રાસાદ બંધાવ્યું. અને નવહાથની ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીર્થ નામે પ્રસિદ્ધ થયું. અને ભગવાનની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી આ તીર્થને રક્ષક વ્યંતર દેવ થશે ત્યારથી આ સ્થાન ખુબજ પ્રભાવશાળી અને ચમત્કારિક બન્યું. અહિચ્છત્રા નગરી અને અહિછત્રા તીર્થ.
પાર્શ્વનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કેશાબ નામના વનમાં પધાર્યા અને ત્યાં કાઉસગ ધ્યાને રહ્યા. આ તરફ ધરણેન્દ્ર પિતાની સભામાં રહેલી દેવઋદ્ધિ જે વિચારવા લાગ્યા કે આ દ્ધિ કયા કર્મથી મને મળી. અવધિજ્ઞાનને ઉપગ મુકતા તેને પ્રભુને પૂર્વભવને ઉપકાર યાદ આવ્યું. તે તત દેવસભા છેડી ભગવાનના કાઉસગ સ્થાને આવ્યું તેણે ભગવાનને ધૂમધખતા તડકામાં કાઉસ્સગ્રુધ્યાનસ્થિત જોયા આથી ભક્તિથી સહસ્ત્રફણાવાળું નાગરૂપ ધરી ભગવાનના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિર્મોહી ભગવાને કાઉસગ્ન પુરા થતાં ત્યાંથી વિહાર કર્યો. પણ તે સ્થાને જતે દિવસે લેકેએ એક નગર વસાવ્યું જે અહિંછત્રા નગરી નામે પ્રસિદ્ધ થયું અને ત્યાં જે જિનમદિર બંધાવાયું તે અહિછત્રા તીર્થ નામે પ્રસિદ્ધિ પામ્યું કુટેશ્વર તીર્થ.
ભગવાન ગ્રામ, અરણ્ય, પર્વત વિગેરેમાંથી પસાર થઈ અનુક્રમે રાજપુર નગર સમીપે કાઉસગ્ગ ધ્યાને રહ્યા તેવામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે ભગવાન અહિં કાઉસગ થાને રહ્યા છે. રાજા તુર્ત ભગવાનના કાઉસ્સગ્ય સ્થાને હર્ષભેર આવ્યે ભગવાનને દેખતા તેનું મગજ ભમવા લાગ્યું અને તે મૂચ્છી ખાઈ જમીન ઉપર ઢળી પડયે મૂચ્છ ઉતરતાં તે બે કે “મને ભગવાનને દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. હુ પૂર્વભવમાં વસંતપુર નગરમા દત્ત નામને બ્રાણાયું હતું મારા શરીરે કે પગ થયો. સગા અને સબંધી મારી તરફ બેદરકાર બન્યા. મને જીવન ઉપર કંટાળો ઉપજ્યા અને હું જીવનને અંત આણવા ગંગામાં જે કુદકે મારવા ગયે કે તુર્ત આકાશમાર્ગ જતા મુનિએ મને રે. મુનિ હેઠા ઊતર્યો અને મને કહેવા લાગ્યા કે “દુઃખનું ઔષધ સત્ય નથી પણ ધર્મ છે? તેમની પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો અને ત્યારથી મેં મારું જીવન ધર્મ માર્ગે વાળ્યું
એક વખત હું જનમદિરે ગયે ત્યાં મેં ભગવાનનાં દર્શન કર્યા અને ત્યારબાદ સમિને વંદન કરી તેમની પાસે બેઠો, આ અરસામાં યુપકલિક નામના એક શ્રાવકે સનિને કહ્યું કે “આવા રોગી માણસે જીનમંદિરમાં આવી શકે ખરા?’ મુનિએ જવાબ આગે કે “અવગ્રહનું પાલન અને આશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે અને દેવ