________________
શ્રી નેમિનાથ ચરિત્ર ]
૧૦૧
તમને જમ થયો છે કે કાંતે કેાઈએ માયા કરી છે. આ તરફ સત્યભામાં અને બલદેવ પાછા ફર્યા. એટલે નારદે રુકિમણીને કહ્યું “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારો પુત્ર પ્રદ્યુમ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા અને તારું દુખ જણાવ્યું તેથી તે અહિ અવસરે આવી પહોંચે છે. આજે ભાનુકવેરે પરણાવવાની કન્યા તેણે હરી લીધી છે. બગીચે ફલરહિત કર્યો છે. ઘાસની દુકાનો ઘાસ વિનાની બનાવી છે. જળાશ પાણીવિનાનાં બનાવ્યાં છે. અને તેનું બધું ભોજન બ્રાહ્મણ બની જાતેજ ઝપટ કરી ગયો છે. તેવામાં મૂળસ્વરૂપે પ્રદ્યુમ્ન માતા આગળ નમન કરી ઉભે રહ્યા. માતાએ અશ્રુજળ વર્ષાવ્યાં. શિર ઉપર ચુંબન કર્યું અને સેળવર્ષને પુત્રવિરહ સમાવ્યો.
પ્રદ્યુને માતાને કહ્યું હું બાપને ચમત્કાર ન દેખાતું ત્યાં સુધી તું મને પ્રગટ કરીશ નહિ.' તરતજ તેણે રૂકિમણીને રથમાં બેસાડી નગર વચ્ચે બૂમ પાડી કહ્યું છે રામ! હે કૃષ્ણ! અને હે યાદ ! તમારામાં તાકાત હોય તે આ રૂકિમણીને પાછી લેવા આવજે. તુત શા ધનુષ્ય સહિત કૃષ્ણ પાછળ દોડયા. અને તેમની હારે તેમનું સિન્ય પણ આવ્યું. યુદ્ધ થયું. અને કૃષ્ણને શસ્ત્ર રહિત કર્યા છતાં કૃષ્ણની જમણી આંખ ફરકતી રહી, આથી કૃષ્ણ બલભદ્રને કહ્યું “ભાઈ ! હુ શસ્ત્ર રહિત બન્યો છું. લશ્કર ભાગવા માંડયું છે. છતાં આવા અનિષ્ટ પ્રસંગે મારું જમણું નેત્ર કેમ ફરકે છે. તેવામાં નારદ વચ્ચે આવી બોલી ઉઠયા હે કૃષ્ણ! આ નથી કોઈ દેવ કે નથી કોઈ વિદ્યાધરી આતે છે તમારે પુત્ર પ્રદ્યુમ્નતેણે તમને બતાવ્યું કે બાપ કરતા બેટા સવાયા !” કૃષ્ણ ભેટી પડો. પ્રશ્ન નમી પડશે. નગરમાં લગ્નના એછવને બદલે પ્રદ્યુમ્નનો પ્રવેશ માટેસ ઉજવાયો.
પ્રધગ્નનાં લગ્ન તથા શામ્બ ચરિત્ર,
દુર્યોધન કૃણની સભામાં ઉભે થયો અને કહેવા લાગ્યો કે “હે સ્વામી! મારી અને તમારી બનેની લાજ જાય છે. લગ્નના મોકાસર મારી પુત્રી અને તમારી પુત્રવધૂને કઈ હરી ગયુ. કણે કહ્યું હ શું કરું? પ્રદ્યુમ્નનો સળવર્ષ મેં વિરહ સહન કર્યુંજને? હશે સર્વજ્ઞ છું તત પ્રદ્યુને કહ્યું “આપ આજ્ઞા ફરમાવે તે દુર્યોધનની પુત્રીને હું પ્રજ્ઞમિવિદ્યાથી તત લઈ આવું. એમ બેલી કન્યાને હાજર કરી અને ભાનુરે પરણાવી. આ પછી પ્રદ્યુમ્નને પણ કૃષ્ણ ઘણી વિદ્યાધર રાજકન્યાઓ પરણાવી.
એક વખત કોણે હરિગષી દેવને આરાધ્યો અને દેવે વરદાન આપ્યું કે હું જે આ હાર વને આપ ઈ તે તું જેને પહેરાવીને ભેગવીશ તે સ્ત્રીને પુત્ર થશે. કૃષ્ણને સત્યભામા ઉપર વધુ પડતું વહાલ હોવાથી અને તેની ઈચ્છાથીજ હરિણમેષી પાસેથી વરદાન મેળવેલ હોવાથી સત્યભામાને આવાસે બોલાવી પણ પ્રદ્યુમ્નની યુક્તિથી જાબવતી સત્યભામાનું રૂપ કરી ણ સાથે રહી. આથી જાંબવતીને જે પુત્ર થયો તેનું નામ શાબ પાડયું. અને ત્યારપછી સત્યભામાને એક બીજો પુત્ર થયો. તેનું નામ ભીરૂ પાડયું.