SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કી વસુદેવ ચરિત્ર | ચશાને દમયંતીની વાત કહી ચંદયશા ગાંડી ગાંડી બની ગઈ અને દમયંતીને કહેવા લાગી કે મામીને સાચી વાત પણ તે ન કહી?” તેણે હેતથી તેનું કપાલ લુછયું એટલે તુત કપાળમાં તિલકદ્વારા પ્રકાશ ફેલાયો. આથી સર્વને દમયંતીની સાચી ખાત્રી થઈ હરિમિત્ર ચંદ્રયશાની રજા લઈ દમયંતીને કુંઠિનપુર તેડી ગયો માતપિતા આનંદ પામ્યા. અને પુત્રીને આશ્વાસન આપી કહ્યું “નળ રાજા તને મળે એવા ઉપાય હું કરીશ” આ બાજુ દમયંતીને છોડી નળ જંગલમાં પસાર થાય છે તેવામાં એક સર્ષ તેને હાથે જોરથી હસ્યો આથી નળનું રૂપ કુબડું બની ગયુ. નળરાજા મનમાં દુખ લાવે છે તેવામાં નિષધદેવ પ્રગટ થયા અને તેને કહ્યું “તું મનમાં દુખ ન ધર. મેં તને કુરૂપ એટલા માટે બનાવ્યો છે કે તેને કોઈ પૂર્વ શત્રુ હેરાન ન કરે.” આ દેવે તેને સુસુમારપુર નગરમાં મૂક. આ નગરમાં એક હાથી ગાડા થયા હતા. તેને આ કુનળ ઠેકાણે લાવ્યો. રાજાએ રાજસભામાં બોલાવ્યો અને પૂછ્યું કે “આ ગજશિક્ષા શિવાય બીજી કઈ કળા આવડે છે?' તેણે કહ્યું, “હું સૂર્ય પાક રસેઈ જાણું છું.' રાજાએ તેને રાખે. પણ જોતજોતામાં તેની સૂર્ય પાક રસેઈની વાત ભીમરથરાજાના કાન સુધી આવી. તેણે તેને જેવા રાજપુરૂષ મોકલ્યો. પણ રાજપુરૂષે આવી કહ્યું “નળની સર્વ કળા જાણે છે પણ નળનું રૂપ નથી. દમયંતીએ તેને જોવાનો આગ્રહ કર્યો. ભીમરાજાએ કહ્યું, “ફરી પેટે સ્વયંવર માડું. સાચે નળ હશે તે આવ્યા વિના નહિ રહે.” રાજાએ સ્વયંવર માંડ્યો. સુસુમાર નગરના દધિપર્ણ રાજાને પણ અવયંવરમાં આવવાનું આમંત્રણ મોકલ્યું, પણ દધિપણુ રાજા વિચારવા લાગ્યો કે એક દિવસમાં કુંઠિનપુર કઈ રીતે પહોંચાય ?” કુષે પહોચાડી આપવાનું વચન આપ્યું. રાજા કુંજ સાથે રથમાં બેઠા અને અશ્વ ચલાવવાની વિદ્યાથી પ્રાતઃકાલ થતાં તેણે કુંઠિનપુરમાં દધિપણું રાજાને પહોંચાડી દીધા. ભીમરાજાને ખબર પડી કે દધિપણું મુજ રસોઇયા સાથે અહિં આવી પહોંચ્યા છે. ભીમરાજા સામે ગયે. અને સૂર્યપાક રસોઈ કરાવવાની દધિપણને વિજ્ઞપ્તિ કરી. મુજે રસેઇ કરી. દમયંતીએ કહ્યું નળ સિવાય સૂર્ય પાક રઈ કેઈ કરી શકે નહિં તેવું મુનિ વચન છે, આમ છતાં તેના શરીરના સ્પર્શે મારા રૂવાં ખડાં થાય તે નળ છે તેમ માન” મુજે ભીમરાજાના કહેવાથી દમયંતીના વક્ષસ્થળને સ્પર્શ કર્યો. દમયંતીનાં રૂવેરવાં ખડાં થયાં. દમયંતી બેલી કે હજુ તમારે ક્યાં સુધી હેરાન કરવી છે, નળે સાચું રૂપ પ્રગટ કર્યું. સૌ આનંદ પામ્યા. ભીમરથરાજાએ પિતાનું રાજ્ય નળને સેપ્યું. આજ અરસામાં દમયંતીને આસરે આપનાર ધનદેવ સાર્થવાહ પણ ત્યાં આવ્યું. અને આ પછી સૌ ઉપકારીને કુંડિનપુર બોલાવી સૌએ આનંદ મા. ' ' ત્યારબાદ નળરાજાએ કુબરનો પરાભવ કરી, પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. અને કબરે ગમે તેટલો અપરાધ કર્યો હતે તે ભૂલી જઈ તેને યુવરાજ બનાવ્યો. નળરાજાએ સંપૂર્ણ ત્રણ ખંડનું રાજ્ય મેળવ્યું અને એક હજારે વર્ષ આનંદથી પસાર કર્યો. એક વખત નિષદેવે સ્વર્ગમાંથી આવી નળરાજામે પ્રતિબંધ આપ્યો કે હવે તું દીક્ષા અંગીકાર કરી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy