SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ ચરિત્ર ] - - - - - - - - નળ અને દમયંતીનાં લગ્ન કર્યો અને દમયંતીને નળ સાથે કેશલપુર તરફ રવાના કરી. માર્ગમાં સૂર્યાસ્ત થતાં સર્વ અંધકાર ફેલા. દમયંતીએ લલાટને સાફ કરી તિલકથી પ્રકાશ ફેલાવ્યો. લશ્કરે આગળ પ્રયાણ કર્યું. અને અનુક્રમે કેશલપુર પહોંચ્યા. કેટલાક સમય બાદ નિષધ રાજાએ નળને રાજ્ય પર અને કુબેરને યૌવરાજ્ય પર સ્થાપન કરી દીક્ષા અંગીકાર કરી. તેમના રાજ્યકાળમાં કદંબ નામે ઉદ્ધત રાજાની સામે લડાઇ થઇ. તેમાં કબ હાર્યો અને તેણે દીક્ષા લીધી તેથી નળે તેનું રાજ્ય તેના પુત્ર જયશક્તિને સોંપ્યું. આમ ઘેડા વખતમાં નળરાજાએ ભરતના ત્રણખંડ સાધ્યા. એક સમયે નળ અને કુબર જુગટુ રમતા હતા. નળ જુગટામાં ગામ નગર વિગેરે મૂકતો ગયે. અને તે સર્વ હારતાં તેણે પોતાનું રાજ્ય પણ છેવટે મૂકી દીધું. અને તેમાં તે હાર્યો. કુબરે નળને કહ્યું હવે જુગટું બંધ કરે. રાજ વિગેરે પી દે. એક વચની નળ રાજ સેંપી ચાલતા થયા એટલે તેની પાછળ દમયંતી પણ ચાલવા માંડી. કુબરે તેને અટકાવી અને કહ્યું કે “તું ઘુતમાં જીતાઈ ગઈ છે. અમાત્યે તુર્ત બોલી ઉઠયા. “સતીને સતાવે નહિ. તેને રાજાની સાથે જવાદે. એટલુજ નહિ પણ રાજ્યને છોડી જતા રાજાને અશ્વ રથ અને સારથિ પણ આપે. નળે અશ્વ રથ વિગેરેને નિષેધ કર્યો પરત લોકોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે દમયંતી સાથે રથમાં બેસી નગર બહાર નીકળ્યા, નીકળતાં માર્ગમાં રહેલ ૫૦૦ હાથ પ્રમાણુવાલા એક થાંભલાનું ઉમૂલન કરી ફરી તેને આરે. આ દશ્ય જોઇ નગરના વૃદ્ધ લોકોએ કહ્યું કે એક જ્ઞાની મુનિ કહેતા હતા કે જે આ થાંભલાને ઉમૂલન કરી આપશે તે અધભરતને સ્વામી થશે. આ વાત મળી પણ નળને રાજ્ય છોડવું પડયું એ બહુ કષ્ટકારી બન્યું. આમ લેકેની વિવિધ વાતે અને આંસુઓની ધારાઓ વચ્ચેથી પસાર થઈ નળે કેશલા નગરીને ત્યાગ કર્યો. આગળ ચાલતાં નળે દમયંતીને કહ્યું આપણે ક્યાં જઈશું?” દમયંતીએ કહ્યું. મારા પિતાને ત્યાં કુરિનપુર પધારે. પણ અશ્વોએ કુંડનપુરનો માર્ગ છોડી અટવીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં ભલેના ઉપદ્રવમાં અશ્વ રથ અને સારથિ ત્રણે છૂટા પડયા. માત્ર નળ અને દમયંતી ઉઘાડા પગે આગળ ચાલ્યાં. રાત પડતાં પાંદડાની પથારીમાં દમયંતીને સુવાડી અને નળ જાગતે બેઠો. જોતજોતામાં દમયંતી ઘસઘસાટ ઉંધી ગઈ. નળ વિચાર કરવા લાગ્યો કે ત્યાં સુધી મારી સાથે દમયંતી છે ત્યાં સુધી હું છૂટે હાથે ફરી શકીશ નહિ માટે તેને છોડી હું ચાલ્યો જાઉં. દમયંતી સતી છે એથી એનું રક્ષણ એનું શિયળજ કરશે.’ તેણે અડધું વસ્ત્ર કાપી પોતે લીધું. અને અડધા બાકીના વસ્ત્ર ઉપર લખ્યું કે “વડવૃક્ષના મૂલ આગળથી જે માર્ગ જાય છે તે માર્ગે જઈશ તે તું કુંઠિનપુર પહોંચીશ અને તેની ડાબી બાજાના માર્ગે જઈશ તો તું કેશલદેશ પહોંચીશ. તને જ્યાં ઠીક લાગે ત્યાં તો જજે. નળ વનવગડામાં ઉંઘતી દમયંતીને છોડી ચાલ્યા પણ થોડે દૂર જઈ પાછે . તેનું મન સતીને છોડું કે ન છોડું એવા હલેાળે ચઢયું. પણ છેવટે તેણે દમયંતીને છોડી. દમયંતીએ પ્રાતઃ કાલે સ્વપ્નમાં આમ્રવૃક્ષ ઉપર બેઠેલી તેને કોઈ વન હાથીએ વૃક્ષ તેડી પાડી નાંખી. એવું જોયું કે તુર્ત નિદ્રા ઉડી ગઈ. પાસે નળને ન દે. તે એ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy