________________
શ્રી વસુદેવ ચરિત્ર ]
ma પડયા છે. તે બોલ્યો શું કુલક્ષણ?' દાસીએ નગરવાસીઓની બધી વાત આદિથી તે છેડા સુધી કહી સંભળાવી. કારણકે સ્ત્રીઓના હદયમાં ગમે તેવી છાનીવાત ટકી શકતી નથી. વસુદેવ વિચારમાં પડે. તેને લાગ્યું કે “મારા વહિલભાઈ શું મારે માટે એ વિચાર ધરાવે છે કે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરવા હું નગરમાં ભણું છું. હવે મારે અહિં રહેવું નકામું છે. દાસીને જવા દીધી. તેનું ગંધદ્રવ્ય તેને પાછું સેપ્યું. અને રાતે વેશ, પરાવર્તન કરી નગર બહાર નીકળી શમશાનમાં આવ્યું. અને એક ચિતા ખડકી, રખડતા એક મડદાને સળગાવ્યું. ને પોતાના હસ્તાક્ષરે થાંભલા ઉપર વડીલેને ક્ષમાવવા પૂર્વકના બે શ્લેક પત્ર ઉપર લખી બાંધ્યા.
"दोपत्वेनाभ्यधीयन्त, गुरूणां यद्गुणा जनै । इति जीवन मृतंमन्यो, वसुदेवोऽनलेऽविशत् " ॥१॥ ततः सन्तमसन्तं वा, दोषं मे स्ववितकिंतम् ।।
સર્વ સહર્ષ જુવા, પરોગ્ય મૂત્રા” iારા અર્થ:–“જેના ગુણેને વડિલો આગળ દેષરૂપે કહી બતાવ્યા, તેથી જીવતાં છતાં પિતાને મૃત સમાન માનનાર વસુદેવે અગ્નિમાં પ્રવેશ કર્યો. માટે પિતાની કલ્પના પ્રમાણે મારો દેશ હોય કે ના હોય, છતાં તે વડિલો. તમે તે મને બધું સહન કરો, અને નગરવાસીઓ પણ મૂલથી ક્ષમા આપજે.”
આ પ્રમાણે લખી બ્રાહ્મણને વેષ ધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડયું.
આ તરફ શ્લોક તથા ચિતાની વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઉઠયાં. સમુદ્રવિજય આગળ ફરિયાદ કરનારાઓ શરમિંદા પડયા. રાજા તથા યાદવાએ છેવટે તેને મૃતકાર્ય કર્યું. આમ છતાં સમુદ્રવિજયને વસુદેવ બળી મરે તે વાત ઉપર શ્રદ્ધા ન ઉપજી. આથી તેણે તેના વિશ્વાસુ કોટુકી નિમિત્તિઓને બોલાવી પૂછયું કે “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામે છે? જીવે છે તો તે અમને કયારે મળશે?” નિમિત્તિઓએ નિમિત્ત જોઈ કહ્યું “રાજન ! અધીરા ન બને! તમારે બાંધવ વસુદેવ જીવે છે. અને તમે ગમે તેટલો પ્રયત્ન કરશે તે પણ સે વર્ષ પહેલાં તમે તેને પત્તો નહિ મેળવી શકે. એ વર્ષ બાદ પૂર્ણ વૈભવી અને અનેક હજાર કન્યાઓનો ભર્તાર તે તમને યુદ્ધમાં સામે લડતો મળશે. સમુદ્ર વિજયને ભાઈના ગયાનું દુઃખ થયું પણ જીવતા હોવાના સમાચાર અને પૂર્ણ સ્વભાવ પ્રાપ્ત કરવાના તેના ભાગ્યની આગાહીથી કંઈક ધીરજ વળી. છતાં તેણે માન્યું કે આગાહી તે તે આગાહી જ રયામા વિગેરે સ્ત્રીઓ સાથે લગ્ન.
આ બાજુ વસુદેવ આડા માર્ગે ભમતો ભમતો છેવટે એક ધારી માર્ગ ઉપર આવ્યો. બાદ ફરતાં ફરતાં છેવટે તે વિજયપેટ નગરમાં આવ્યા. ત્યાં સુગ્રીવ રાજાની શ્યામા અને વિજયસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ પમાડી પરો. અને ત્યારબાદ વિજયસેનાએ અંકુર નામના પુત્રને જન્મ આપ્યો. પછી વસુદેવ વિજય