________________
-
..
.
-
-
-
-
-
-
-
-
-
-
રામનું નિર્વાણ ] તેમણે સૌએ પિતાના પૂર્વજન્મ વિષે પૂછ્યું. તેમજ વિભીષણે રાવણને પૂર્વજન્મ, સીતાનું હરણ અને લક્ષ્મણના હાથે રાવણનું મૃત્યુ વિગેરે વિગેરે પૂછયું મુનિએ કહ્યું “આ દક્ષિણ ભારતમાં ક્ષેમપુર નગરમાં નયદત્ત નામે વાણિ હતો તેને સુનંદા નામની સીથી ધનદત અને વસુદત્ત નામે બે પુત્ર થયા આ અને પુત્રોને યાજ્ઞવલક્ય નામના બ્રાહ્મની સાથે મિત્રતા થઈ. આજ નગરમાં સાગરદત્ત શેઠને ગુણધર નામે પુત્ર અને ગુની નામે પુત્રી હની આ પુત્રીને વિવાહ ધનદત્તની સાથે તેના પિતાએ કર્યો હતો પણ તેની માતાએ ધનલાભથી લલચાઈ શ્રીકાંત નામના એક ધનાઢયની સાથે ગુસરીતે તેને આપવાનું નક્કી કર્યું હતું. આ વાતની ખબર યાજ્ઞવલ્કય દ્વારા વરુદત્તને પડતાં તે શ્રીકાંત પાસે ગયો અને ત્યાં પરસ્પર લડી બન્ને મૃત્યુ પામ્યા. આમ ગુણવતીના કારણે વસુદત્ત અને શ્રીકાંતની પરંપરા જાગી અને યાજ્ઞવલ્કય, વસુદત્ત અને ધનદત્તની પરસ્પર પ્રેમ પરંપરા જાગી અને તે ભાવ વધતા ગુણવતી મરી મૃગલી થઈ અને ત્યાથી વેગવતી બની બ્રાદેવકે જઈ સીતા થઈ અને વસુદત્ત, શ્રીભૂતિ પુરોહિત બની દેવલોકે જઈ પુનર્વસુ વિદ્યાધર થઈ ફરી દેવલોકમાં દેવ બની છેવટે લક્ષ્મણ થયે. અને ગુણવતી જેને આપી હતી તે ભદ્રિક ધનદત્ત મરી પરૂચિ શેઠ ઘ અને ત્યાથી મરી ઈશાન દેવલોકમા દેવ, નયનાનંદ વિદ્યાધર, મહેન્દ્ર દેવ, શ્રીચ દ્રકુમાર, બ્રહ્મદેવ અને છેવટે બલભદ્ર રામ થયા ગુણવતીને ભાઈ ગુણધર સ સાર રખડી કુલમડિત રાજપુત્ર થઈ મામડળ બન્યું.
યાજ્ઞવલ્કય બ્રાહ્મણ પૂર્વભવમાં ધનદત્ત અને વસુદત્તને મિત્ર હોવાથી સંસારમાં રખડી ફરી અહિ વિભીષણ થયે અને રામલક્ષ્મણને મિત્ર બન્ય. આ સુગ્રીવ, ધનદત્ત મરી
જ્યારે પમરૂચિ શેઠ હતા ત્યારે તેમણે બળદનાભાવમાં રહેલ સુગ્રીવને નવકારમંત્ર આપી આરાધના કરાવી હતી તે કારણે બળદમાથી વૃષભધ્વજ રાજા અને ત્યાર પછી ઈશાન દેવલોકમાં દેવ થઈ સુગ્રીવ થએલ છે. અને આ વિશ૯રા તે લમણે પુનર્વસુના ભવમાં જેની ઉપર નેહ રાખ્યું હતું તે ચક્રવર્તિ પુત્રી અને સુંદરી મરી વિશલ્યા થઈ
શ્રીકાતને જીવ મરી મૃણાલકદ નગરમાં વાકઠને પુત્ર શભુ નામે થયે અને લક્ષમણુનો જીવ વસુદત્તના ભવમાથી નીકળી રાકને શ્રીભૂતિ નામે પુરોહિત થયે. તેમજ ગુણવતીને જીવ ભવભ્રમણ કરી શ્રીભૂતિની પુત્રી વેગવતી થઈ. આ વેગવતી રૂપવાન અને કલાવાન હતી એક વખતે કાઉસગ ધ્યાને રહેલા મુનિ ઉપર તેણે શિયળનું કલક ચડાવ્યું. આ વાત તેના પિતા શ્રીભૂતિએ જાણું ત્યારે તેને ખુબ ઠપકો આપ્યો પછીથી તેને ખુબ પશ્ચાતાપ થય અને શુદ્ધ શ્રાવિકા થઈ
રૂપવતી વેગવતીને તેના પિતાને વિચાર કઈ ધર્મશીલ શ્રાવકને આપવાનો હતે પણુ રાજા શંભુએ તેની માગણી કરી. શ્રીભૂતિએ આનાકાની કરી એટલે શંભુએ શ્રીભૂતિને મારી નાંખ્યો. અને બળાત્કારે વેગવતીને ભેગવી વેગવતીએ શ્રાપ આપે કે અત્યારે તે હું અનાથ છું પણ પરભવે મારા કાણે તારો મહાપરાભવ અને નાશ થ” શંભુએ