________________
પર
--
..
*
*
[ લઘુ ત્રિષષ્ટિશલાકા પુરુષ ભારત કહેવડાવ્યું કે “તમે મારા પુત્રોને છોડી મૂકે સીતાને મારી સાથે પરણાવે તે હું તમને મારું અધું રાજ્યપાટ આપીશ. આ માગણીને જો તમે ઈન્કાર કરશે તે હું તમારે સર્વનાશ કરીશ”
જવાબમાં રામે જણાવ્યું કે “હે દૂત! હું તારા સ્વામિની દરખાસ્તને અસ્વીકાર કરું છું ” લક્ષ્મણે પણ રાવણના દૂતને જણાવ્યું કે “હે રાજદૂત! તારા રાવણને જઈ લડવાનું કહે!”
દ્વતે રાવણને આ હકીકત કહી. રાવણના મંત્રીઓએ રાવણને ફરી વખત, સીતાને છોડી દેવા જણાવ્યું પરંતુ રાવણે પિતાને હઠાગ્રહ છોડ્યો નહિ. રાવણ શાતિનાથના ચૈત્યમાં ગચે ત્યાં એણે બહેરૂપા નામની વિદ્યાની સાધના આરંભી. એની રાણી મંદદરીએ નગરજનેને આઠ દિવસ સુધી હિંસા કરવાની મના ફરમાવી.
આ વાત સાંભળી સુગ્રીવે રામને કહ્યું કે જો રાવણ આ વિદ્યાની પ્રાપ્તિ કરશે તે તેને મારે બહુ મુશ્કેલ બનશે. આથી રાવણને ધ્યાનમાંથી ચલિત કરવા ઘણુ વાનરો ત્યાં ગયા તેપણ તેમને કશી ફાવટ ન આવી અને આકાશમાંથી બહુરૂપી વિદ્યા પ્રગટ થઈ રાવણને કહેવા લાગી કે “હે રાવણહું તને વશ થઈ છું” રાવણે કહ્યું કે હું તને સવારે યાદ કરું ત્યારે તું હાજર થજે'
બહરૂપ વિદ્યા સાધ્યા બાદ રાવણ સીતા પાસે ગયે સીતાની સાથે એણે ગમેતે બકવાદ શરુ કર્યો. સીતા આથી મૂછ ખાઈ જમીન પર ઢળી પડી ડીવારે ભાનમાં આવી સીતાએ રાવણને કહ્યું “હે રાવણ! ધાર કે કદાચ રામ અથવા લક્ષમણ મરણ પામશે તે હું અનશન વ્રત લઈ દેહત્યાગ કરીશ પણ તારે સ્વાધીન તે નહિ જ થાઉં ? આથી રાવણ ધીરા પડશે અને તેને મનમાં થયું કે અત્યારે હવે જે હું સીતાને છેડી દઈશ તો લકે મને કાયરમાં ગણું કાઢશે માટે પ્રથમ રામ અને લક્ષમણને હુ બાધીને અહિં હાજર કરું ત્યારબાદ સીતાને હું મુક્ત કરીશ. આથી લોકો મને કાયર ગણશે નહિ ,
બીજે દિવસે રાવણુ અને લક્ષ્મણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. લક્ષમણ પર રાવણે પ્રતિ વાસુદેવનું ચક્ર છોડયુ. પણ લક્ષમણે તે ચક્ર પિતાના જમણા હાથમાં આસાનીથી ઝીલી લીધુ પછી લક્ષ્મણે તત્કાળ તે ચક્રથી રાવણની છાતીને છેદી નાંખી આથો દવાને કપાવનાર રાવણ મૃત્યુ પામી ચાથી નારકને વિષે ગયો. દેવોએ લક્ષમણના આ વિજયથી હર્ષિત થઈ આકાશમાથી પુષ્પવૃષ્ટિ કરી.
સીતાને ત્યાગ. કુંભકર્ણદિની દીક્ષા અને રામ લંકાપ્રવેશ,
રાવણના મૃત્યુબાદ રાક્ષસો ભયબ્રાન્ત થયા. અને કયાં નાશી જવું તેની ગડમથલમાં પડ્યા. તેવામાં વિભીષણે તેમને કહ્યું, “હે રાક્ષસ વિરે! તમે ગભરાવ નહિ રામ આઠમા