________________
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુ
/ તે સમયમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં કોશાબી નામે નગરી હતી. તેમાં સમુદ્રદત્ત મિ રાજા રાજ્ય કરતા હતા. તેને નંદા નામે રાણી હતી. એક વખત સમુદ્રદત્તને "મિત્ર મલયભૂમિને રાજા ચંડશાસન તેને ત્યાં આવ્યો. નંદારાણીને દેખી તેનું ચિત્ત વેળાયું. નંદા ઉપર તેને કુદૃષ્ટિ થઈ અને મિત્રના બહાના તળે શત્રુ થઈને ત્યાં કેટલેક કાળ રહ્યો.
એક વખતે સમુદ્રદત્તને ગાફલમાં રાખી ચંઠશાસન નંદાને ઉપાડી ગયો. સંમદદત્ત તેને મેળવવાને ઘણાં ફાંફાં માર્યા પણ તેમાં તે સફળ ન થયે. છેવટે કંટાળી શ્રેયાંસમુનિ પાસે દીક્ષા લીધી. મુનિપણમાં ઘણી તપશ્ચર્યા કરી પણ નંદાને હરણ કરનાર ચંડશાસન ઉપરનું વેર ન વિસરાયુ. તેથી આ તપના પ્રભાવથી આવતા ભવે ચંડશાસનને હું વધ કરનાર થાઉં” એવું નિયાણું બાંધ્યું. આ પ્રમાણે અપરિમિત ફલવાળા તપને પરિમિત ફલવાળું કરી સમુદ્રદત્ત મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે.
ચોથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવની ઉત્પત્તિ, યુદ્ધ અને
વાસુદેવ પુરૂષોત્તમને વાસુદેવપણનો અભિષેક. કાળક્રમે ચંડશાસન પણ મૃત્યુ પામી ઘણા ભવ કરી ભરતક્ષેત્રમાં આવેલા ૫થ્વીપુર નગરના વિલાસ રાજાની ગુણવતીરાણીના ઉદરથી મધુ નામે પુત્ર થયો. આ મધુ ચેાથે પ્રતિવાસુદેવ થયો. તેણે ત્રણે ખંડ સાધ્યા, ચક્ર સાધ્યું. અને સર્વે રાજાએને પિતાની આજ્ઞા ધારક બનાવ્યા. મધુને કેટભ નામે એક પરાક્રમી ભાઈ હતા.
આ સમર્થમાં દ્વારિકા નગરીમાં સેમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુદર્શના અને સીતા નામે બે ભાર્થીઓ હતી. મહાબલ રાજાને જીવ સહસ્ત્રાર દેવલેકમાંથી ચ્યવી સુદર્શના દેવીની કુક્ષિને વિષે અવતર્યો. સુદર્શન દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વમ જોયાં. અનુકેમે નવમાસ અને સાડા સાત દિવસે સુદર્શના એ ચંદ્ર સમાન કાંતિવાળા પુત્રને જન્મ આપે. સેમરાજાએ તેનું નામ સુમરા રાખ્યું. સમુદ્રદત્તને જીવ સહસાર દેવલોકમાંથી વી સીતા રાણીની કુક્ષિને વિષે અવતર્યો. સીતાદેવીએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત વસ જોયાં. પૂર્ણ સમયે નીલમણીના' જેવી કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. સામ રાજાએ સારા દિવસે તેનું પુરૂષોતમ એવું નામ રાખ્યું. નીલા અને પીલા વસ્ત્ર ધારણ કરતા અને હાથમાં તાડ અને ધનુષ્યને રાખતા સુપ્રભ અને પુરૂષોત્તમ જોડલે જન્મેલા ભાઈ જેવા પ્રીતિવાળા થયા. ચૌવનવય પામતાં એ બલભદ્રને હળ અને પુરત્તમને સારંગ ધનુષ્ય વિગેરે વિજયાર્થ આપ્યાં. એક વખત નારદ મધુ રાજાની સભામાં જઈ ચડયા. તેમણે બડાઈ મારતા મધુ રાજાને કહ્યું કે “બહુ રત્નાવસુંધરા’ આથી જગતમાં ખળવાનથી બળવાન અને મોટાથી મોટા મનુબે પણ જોવામાં આવે છે. હાલ દ્વારિકા નગરીમાં સેમ રાજાને ઘેર સુપ્રભ અને પરામ નામે બે પુત્રો છે તે મહા બલવાન અને દુસહ છે. નારદના આ વચનથી મધુ