________________
૧૧૪
[ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ.
વિમલનાથ સ્વામીને અડસઠ હજાર સાધુ, એક લાખ અને આ સાધ્વી, અગ્યારસે ચૌદ પૂર્વધારી, ચાર હજાર આઠસે અવધિજ્ઞાની, પાંચ હજારને પાંચસે મનાપવ જ્ઞાન, તેટલાજ કેવળજ્ઞાની, નવ હજાર વિકિય લબ્ધિવાળા, બે લાખ અને આઠ હજાર શ્રાવકે તથા ચાર લાખને ત્રીસ હજાર શ્રાવિકા આટલો પરિવાર થયો. '
દીક્ષા લીધા પછી પંદર લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભગવાન વિમલનાથ સ્વામિ પિતાને મોક્ષ કાળ નજીક જાણું સમેતશિખર પધાર્યા, ત્યાં છ હજાર સુનિઓની સાથે અણુશણ વાત સ્વીકાર્યું. એક માસને અંતે અષાડ વદ સાતમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતું ત્યારે છ હજાર મુનિઓ સાથે અવ્યયપદ પામ્યા.
વિમળનાથ સ્વામિએ કુમાર વયમાં પંદર લાખ વર્ષ, રાજ્યાવસ્થામાં ત્રીસ લાખ વર્ષ અને પંદર લાખ વર્ષ દીક્ષાવસ્થામાં એમ કુલ સાઠ લાખ વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. વાસુપૂ સ્વામિના નિર્વાણ પછી ત્રીશ સાગરોપમ ગયા બાદ વિમળનાથ પ્રભુ મક્ષે પધાર્યા
સર્વે ઈન્દોએ પ્રભુના તેમજ અન્ય સુનિઓના દેહને યથાવિધિ અગ્નિ સંસ્કાર કર્યો. તેમજ ભગવંતના દાઠા આદિ અવયવો યથાયોગ્ય વહેંચી લીધા અને નંદીશ્વર કીપે જઈ નિર્વાણત્સવ ઉજવી સ્વસ્થાને પધાર્યા.
વાસુદેવનું નરકગમન અને બળદેવનું મુકિતગમન. સ્વયંભૂ વાસુદેવ સાઠ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ગયે તેણે માર હજાર વર્ષ કુમારપણામાં, બાર હજાર વર્ષ માંડલિકપણામાં, નવું વર્ષ દિગવિજયમાં અને ઓગણ સાઠ લાખ પંચોતેર હજાર નવસો અને દશવર્ષ રાજ્ય ભેગવવામાં ગાળી સર્વ આયુષ્ય સાઠ લાખ વર્ષનું પૂર્ણ કર્યું.
બલભદ્ર બલદેવ વાસુદેવના મૃત્યુ પછી વિરક્ત દશા પામ્યા. તેમને કઈ જગ્યાએ ચેન ન પડયું. છેવટે સુનિચંદ્ર મુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી પાંસઠ લાખ વર્ષ આયુષ્ય પૂર્ણ કરી મોક્ષ પામ્યા.
[આ પ્રમાણે વિમળનાથ ભગવાન અને ત્રીજા વાસુદેવ, બલદેવ અને પ્રતિવાસુદેવનું ચરિત્ર સંપૂર્ણ ]
શ્રી અનંતનાથ ચરિત્ર
પૂર્વભવ વર્ણન. પ્રથમ-દ્વિતીયભવ–પમરથ રાજા અને માણતદેવલોકમાં દેવ.' ધાતકીખંડના પૂર્વ વિદેહમાં આવેલ ઐરાવત વિજયને વિષે અરિષ્ટી નામ નગરી