________________
શ્રી સગરાવતિ ચરિત્ર ]
૭૩ તરબોળ બન્યા. નાગરાજના કોપે માઝા મૂકી તે નાગકુમાર સાથે બહાર આવ્યો અને કહેવા લાગ્યું કે ગધેડાઓને તે ડફણાં જ જોઈએ તેમ તમારી સાથે સામનીતિ કામની નથી.' તેમ કહી દરિવિવ વડે સગરના ૬૦ હજાર પુત્રને ભસ્મિભૂત કરી નાગરાજ નાગ કુમાર સાથે પાતાલ લોકમાં પાછો જાલ્યો ગયો.
સગરના પુત્રની સમગ છાવણું કકળથી ગાજી ઉડી. દિશાઓ અને વનપક્ષીઓ પણ રડી ઉડયાં અને ગઈકાલની પ્રબળ શકિત એકાએક આમ અચાનક અસ્ત પામતી જોઈ સૌ કેઈક મગ્ન બન્યા. સેનાપતિ અને સૈનિકે શા મઢે પાછા ફરવુ તે ન સૂઝવાથી મૃત્યુ પામવાની તૈયારીવાળા થયા તેવામાં એક ભગવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે હુ રાજાનો શેક ઓછો કરી શાંત પાડીશ! તમે આવા અકાળ મૃત્યુને ન વો!
હુ લૂંટાયો ! મારૂ કઈ રક્ષણ કરે ! બચાવે ! બચાવો” એમ બૂમો પાડતો બાળમૃતકને લઈ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમાર્ગમાં ડૂસકે ડુસકે રડતે હતો આ શબ્દ સગરચક્રીએ સાંભળી તેને રાજસભામાં બેલા. અને પૂછ્યું કે “હે વિપ્ર ! મારા રાજયમાં તને કેણે લૂટયો છે? તું કોણ છે અને તારે શું દુખ છે?” “મહારાજ! હું શું કહું? મારું સર્વસ્વ ગયું ! હું અશ્વભદ્ર નામના ગામડાનો અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પ્રાણપ્રિય પુત્રને તેની માતાને સોપી હું વધુ અભ્યાસ કરવા બીજે ગામ ગયો. ત્યાંથી પાછા ફરતાં ઘરમાં પેઠે ત્યારે સ્ત્રી ડુસકે ડુસકે રેતી હતી અને એક બાજુ કાળા સર્ષથી કસાયેલ પુત્ર દીર્ઘ નિદ્રામા પિડ્યો હતે. મેં અને મારી સ્ત્રીએ આખી રાત રેઈ રેઈને કાકી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઈ અને કહેવા લાગી કે તું મુંઝાઈશ નહિ જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી મંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હું તુર્ત જીવડું, મને આશા પ્રગટી. “હે રાજન! હું ઉંબરે ઉંબરે ભટકું છું. કોઇને ત્યાથી મંગલિક અગ્નિ મલતું નથી. નાના મોટા સર્વે ઘેર ભટકો છું. મારે બીજી કઈ ભૂખ નથી. મારે જોઈએ છે માત્ર મંગલિક અગ્નિ. આપ ચકી છે, કૃપાળુ છે, પ્રજાવત્સલ છે, તે આ પ્રજાના બાળકને જીવાડવા માંગલિક અગ્નિ આપે, અગર કયાંથી પણ મંગાવી આપો.” સગરચક્રીએ શેકમય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હે બ્રાહ્મણ અમારૂ કુળ ઉંચું છે છતાં અમારા કુટુંબમાં પણું ઋષભદેવ, ભરત, આદિત્યયશા, મહાયશા, અતિબલ, બલભદ્ર , બલવીર્ય, કાર્તિવીર્ય વિગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તે ગમે ત્યાં ફરે પણ કેઈનું કુટુંબ કે ઘર મૃત્યુ વિના નહિ મળે. આ જગતમાં સર્વ જીવો કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તમે પંડિત અને ધીર છે તે પૈર્ય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કરે.” બ્રાહ્મણે કહ્યું. હું આ બધુ સમજું છું. પણ મારી ધીરજ રહેતી નથી મહારાજની શાસ્ત્રવન અને ધીરજની વાતે જ્યાં સુધી પિતાને સાક્ષાત્ અનુભવ નથી થયો હતો ત્યાં સુધી તે રહે છે, પણ જ્યારે દુખ પિતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને છેડા પુત્રો હોય તેના થડા નાશ પામે અને જેના વધારે હોય તેના વધારે નાશ પામે. હે સ્વામિન!