________________
( ૭ ) ફરિયાદ કરે છે. સન્મિત્ર મુનિશ્રી જિંદગી રસમય બનાવવાને સુંદર કીમિયે બતાવે છે.
૪૬. “જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે. જંજાળને ટુંકાવશે તે જિંદગી લાંબી ને રસમય લાગશે.” - પૃષ્ઠ ૨૭૪.
આજની દુનિયા દુન્યવી દુઃખ ટાળવા માટે જે જે અખતરાઓ કરે છે તે અખતરાઓ જ ખતરા છે. સન્મિત્ર સ્વાનુભવસિદ્ધ સાચો અખતરે દર્શાવે છે.
૧૦૦. “જેમ લોહીને ડાઘ લોહીવડે ધોવાથી જતો નથી પણ પાણીથી જાય છે તેમ સાંસારિક સુખ-દુ:ખ સંસારની કઈ પણ વસ્તુથી મટતાં નથી. તેને માટે તે ત્યાગ (ચારિત્ર-ભાવના રાખવી) એ મુક્તિદાતા છે.”
પૃ૪ ૧૯. પૃષ્ઠ ૨૩૪–૨૩૫ માંનો આ તે જીવની કેવી જડતા?” લેખમાં જડતા દૂર કરી ચૈતન્ય પ્રગટાવવા મનનીય લખાણ છે.
સત્ય પાસે રાજયાદિક ત્રાદ્ધિ સમૃદ્ધિની તુચ્છતા મુનિશ્રી ઉપદેશે છે –
૪૮. “જ્યારે સત્તા અને પ્રશંસા માટે બીજાઓ ખુશામત અને આજીજી કરતા હોય ત્યારે સાચા સત્યપ્રેમી પિતાના સત્યના રક્ષણ માટે ત્રિલેકના રાજ્યને પણ તુચ્છ ગણે છે.”
પૃષ્ઠ ૧૭. પવિત્ર જીવનને દેશકાળ નડતાં નથી. એવું પણ મુનિશ્રી નિરૂપણ કરે છે –
૮૪. “ગમે તેવાં સ્થિતિ–સંગે અને દેશકાળમાં પણ પવિત્ર અને પરોપકારી જીવન જીવી શકાય છે અને તે જ વાસ્તવિક જીવન છે.”
| પૃષ્ઠ ૧૭. સમાજ, દેશ કે ધર્મ, કેઈપણ ક્ષેત્રના તથા પ્રકારના આગેવાનોની કાયરતાને મુનિશ્રી ખુલ્લી કરે છે:-' . . . . . . .. ?