________________
જો પ્રસ્તાવના :
GOD@@9929006 સંવત ૧૯૯૪ ના આશ્વિન કૃષ્ણાષ્ટમીએ એટલે કે સગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કરવિજ્યજીની, સ્વર્ગવાસ પછીની પ્રથમ વાર્ષિક તિથિએ, શ્રી ગેડીજી મહારાજ(પાયધૂનીમુંબઈ)ને ઉપાશ્રયે, શાસનપ્રભાવક, સમર્થ વ્યાખ્યાતા, સ્વ–પરશાસ્ત્રનિષ્ણાત શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરજીના શિષ્ય અનુગાચાર્ય પંન્યાસજી મહારાજ શ્રી પ્રીતિવિજયજી ગણિવરની પ્રેરણાથી સ્થપાએલ શ્રી કપૂરવિજયજી-સ્મારક સમિતિ તરફથી, નિયત ઉદ્દેશાનુસાર અત્યારસુધીમાં, “સન્મિત્ર સગુણુંનુરાગી મુનિમહારાજ શ્રી રવિજયજી લેખસંગ્રહ’ નામના ગ્રંથના ત્રણ ભાગો પ્રગટ થઈ ચૂકયા છે. આજે આ ચતુર્થ ભાગ પ્રગટ થાય છે.
લેખસંગ્રહ ભાગ ત્રીજાના “બે બેલ'માં જણાવવામાં આવ્યું છે કે - “સ્વને વિદ્વાન શિષ્યસમૂહ નહોતે કે જેઓ એમની જીવનસ્કૃતિનું કાર્ય એમના સ્વર્ગવાસ પછી પણ જાળવવા પ્રયત્ન કરે. મુંબઈમાં પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ, ગતવર્ષમાં ચાતુર્માસ હતા ત્યારે એમનો “દાદા” તરીકેને ભક્તિભાવ એમણે વ્યાખ્યાનમાં સ્વર્ગસ્થની જયંતિના ગુણગાનમાં યાદ કર્યો અને સ્વર્ગસ્થના સ્મારકરૂપે એમની પ્રેરણાથી એમનું જવલંત નામ જોડી “શ્રી કરવિજય સ્મારકસમિતિની સ્થાપના થઈ. ”
બે બોલ” ના લેખક શ્રી ફત્તેચંદ ઝવેરભાઈ છેલ્લે જણાવે છે: “આ રીતે સ્વ૦ ના સાહિત્યમય સાક્ષરજીવનને પરિચય જનસમાજ સમક્ષ એકત્ર રૂપમાં પ્રકાશિત થવા માટે પૂ. પં. પ્રીતિવિજયજી ગણિ પ્રિબલ નિમિત્તભૂત થયા છે.” - સમિતિના ઓનરરી (માનદ) મંત્રી શાહ નોત્તમદાસ ભગવાનદાસે,