________________
[ ૩૦૨ ]
શ્રી કરવિજયજી . ૧૧. ચાર કષાય ક્રોધ, અહંકાર (માન), માયા, લોભ તથા રાગ-દ્વેષ જ આત્મિક દુર્ગણે છે. તેનાથી સર્વથા અળગાદૂર રહેવું.
૧૨. કલેશ-કંકાશ-વેર-વિરોધને સમાવી દે. ૧૩. ચાડી, કલંક, આળ, પરનિંદા વગેરે તજી દેવાં.
૧૪. એકવચની બનવું. મિથ્યાત્વને વિષ સમાન જાણું દૂરથી તજવું.
[ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૪ ]
જયંતિ ઉજવવાનો હેતુ-ઉદ્દેશ શ્રીમાનું તીર્થકર ભગવાન, ગણધર મહારાજ કે આચાર્યાદિક મહાપુરુષોની જયંતી ઉજવવાને પવિત્ર હેતુ–ઉદ્દેશ એ જ હોઈ શકે કે એવા ઉત્તમ પ્રસંગે તે પરમપવિત્ર આત્માઓના પવિત્ર આચાર-વિચાર તથા ઉપદેશેનું સાદર સ્મરણ કરીને, આપણામાં વ્યાપી રહેલી જડતા–મંદતા–અજ્ઞાનતાને દૂર કરી તેમના આચાર–ઉપદેશાનુસાર ચાલવા યથાશક્તિ પ્રયત્ન કરીએ. આ વાતને પૂર્ણ રીતે લક્ષમાં રાખી જે ભવ્યાત્માઓ તે મહાપુરુષોની જયંતી ઉજવવામાં વખતને, વીર્ય–શક્તિને તથા ધનનો વ્યય કરે તો તેથી કંઈ ને કંઈ લાભ મેળવવા તેઓ જરૂર ભાગ્યશાળી નિવડે. તેવા લક્ષ વગરનું તે લગભગ બધું નકામું જાય છે. જયંતી જેવા દરેક શુભ પ્રસંગની અસર આપણી જાત ઉપર જેટલી સચોટ થાય તેટલી તેની સફળતા આંકી શકાય અને તે જયંતી ઉજવી સફળ ગણાય. બાકી તેની અસર કાંઈપણ ન થાય તો તે બધે લગભગ તમાસો ગણાય.