________________
[ ૨૯૮ ]
શ્રી કરવિજયજી પાખી, પૂર્ણિમા તથા અમાવાસ્યાના દિવસે તેને ઉચ્ચરવાનું– પૌષધ કરવાનું શાસ્ત્રોમાં ઘણે સ્થળે વિધાન છે. વધારે વખત ન બની શકે તે એવા પર્વના દિવસે તેને અવશ્ય આદર કરવાનું ભૂલવું ન જોઈએ. તે પિષધનું સ્વરૂપ સમજી તેને ખપ કરવામાં વિશેષ લાભ થાય છે. તેનું સ્વરૂપ શ્રાવકકલ્પતરુ વગેરે પુસ્તકમાં વર્ણવેલું છે; છતાં અહીં સંક્ષેપથી તેનું વર્ણન કરી ભવ્યજનનું તે તરફ મન આકર્ષવા યત્ન કરું છું.
આજકાલ શ્રાવકવર્ગમાં સુખશીલતા કે પ્રમાદ વધતો જાય છે, તેથી પિષધ–પ્રતિક્રમણાદિકમાં ઘણું મંદ પ્રવૃતિ થયેલી જણાય છે અને જે કંઈ ધાર્મિક ક્રિયા થાય છે તે પણ બહુધા સમજવગરની, ગતાનુગતિકતાવાળી અને ઉપયોગ-શૂન્ય હોય છે. કેઈ વિરલ સદુભાગી શ્રાવક-શ્રાવિકાઓ તે ધાર્મિક કિયા-ધર્મકરણ સમજપૂર્વકની, સદ્ભાવવાળી અને ઉપચાગવાળી કરતા હશે, પણ બહુધા જ્યાં ત્યાં ઘણું મંદતા અને ઉપેક્ષાવાળી દેખાય છે, જેથી કરીને તેના અભ્યાસ–ભેગે આત્માને સ્થિર કરવાનું, મન–ઇદ્ધિને કાબૂમાં રાખવાનું અને કષાયને દમન કરવાનું બની શકતું નથી. એવા સામાયિક-પ્રતિક્રમણ–પષધ કે જે આત્મિક ઉન્નતિના સાધનો છે તેની ઉપેક્ષા કરવી તે આત્મદ્રોહ સમજ.
ચાર પ્રહાર કે આઠ પ્રહર પર્યંતના પિષધ–સામાયિકમાં નીચે પ્રમાણે ચાર પ્રકારની પ્રતિજ્ઞા કરાય છે.
૧. સર્વથા કે દેશથી ખાન-પાનને ત્યાગ.
૨. શરીર સત્કાર (સ્નાન-મર્દન-ભા પ્રમુખ)ને સર્વથા ત્યાગ.