________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૨૫૯ ] કરીને શીઘ્રતાથી દરેક કામ હાથ ધરે છે તેમનામાં નિશ્ચયતા, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સત્યતા વિગેરે ગુણો ખીલવા પામે છે.
ઉપરનાં બધાં અંગે કાર્યદક્ષતા ગુણના સમજવા. એ રીતે પ્રમાણિકતા સાથે જ્યારે કાર્યદક્ષતાનો મેળ મળે છે ત્યારે તે બાબતમાં મનુષ્ય સારી રીતે વિજય મેળવી શકે છે. - નિશ્ચય-નિશ્ચળતા–જે આપણે ઉન્નતિના માર્ગે જવું જ હેય તો યથાર્થ સમજપૂર્વક શાંત પળમાં અમુક નિશ્ચયે નિયમો બાંધવા અને પછી ગમે તેવાં પ્રલોભનો કે લાલચો આવે છતાં તે નિશ્ચયથી ડગવું નહિં–તેને બરાબર વળગી રહેવું. પ્રારંભમાં ભૂલે જણાશે, ઘણી વાર નિશ્ચય પ્રમાણે નહિં પણ ચલાય છતાં નિશ્ચયબળ મજબૂત હશે તો જરૂર ઉન્નતિ સાધી શકાશે અને આપણું જીવન અન્ય જનને પણ સુખદાયક નીવડશે. - ઉપરોક્ત પવિત્ર જીવન સેવવા આપણે અવશ્ય પ્રયત્ન કરે ઘટે છે. સજજન પુરુષને ઉત્તમ ધર્મ ચારિત્ર, પ્રમાણિક્તા, કાર્યદક્ષતા છે, એ જ ખરી વિજયની ચાવી છે, એ જ ઉન્નતિને સાચો માર્ગ છે, એ જ આત્મસંતોષનું સાધન છે, એ જ આત્મસાક્ષાત્કારનું બીજ છે અને એ જ છેવટે કલ્યાણને માર્ગ– - સફળ ઉપાય છે.
[ આ. પ્ર. પુ. ર૭, પૃ. ૨૭૬. ]
ખરું સુખ સંતોષવૃત્તિમાં છે તે ન ભૂલશે. .. લેભ-તૃષ્ણા જેકેઈમટે વ્યાધિ નથી, અને સંતેષ સમાન કેઈ શ્રેષ્ઠ સુખ નથી. એ જ્ઞાનીનાં હિતવચને હૈયે ધરી, વિષય