________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧પ૧] કાળજી રાખે તે માટે માતાપિતાદિક વડિલેએ અને શિક્ષકોએ લક્ષ રાખવું જોઈએ.
૬. પ્રારંભમાં બાળકને ગૃહશિક્ષણ જેવું મળે તેવા સંસ્કાર દાખલ થાય છે. તેથી તે સમયે જ બાળકમાં કોઈ જાતના નબળા-કુસંસ્કાર ન પડે તેવી ચક્કસ સંભાળ વડીલેએ રાખવાની જરૂર છે.
કેળવણી એટલે શું ? ૭. જેથી બુદ્ધિબળ ખીલે–વિકાસ પામે, ગમે તેવા સંજોગમાં પણ સુબુદ્ધિ ઉત્પન્ન કરી સાચે માર્ગ સૂઝાડે, હિતાહિત સારી રીતે સમજાય, અહિત તજીને હિતકારી વાતને જ આદર થાય–ગ્રહણ કરાય, વિવેક જાગે, ખરી વસ્તુસ્થિતિનું ભાન થઈ તેને સ્વીકાર કરાય, અવગુણ જાણીને તજી દઈ ગુણને ગ્રહણ કરાય અને વાસ્તવિક ખરું સુખ સાંપડે એનું નામ જ કેળવણી છે.
તે કેળવણીના ત્રણ પ્રકાર છે. ૮. (૧) શરીરની, (૨) મનની અને (૩) હદયની. તેમાં શરીરને ચગ્ય કસરત વિગેરેથી સારી રીતે કસી પિતાનું દરેક કામ જાતે જ કરવા સશક્ત-સમર્થ બનવું તે શારીરિક કેળવણી.
૯. જેથી હિતાહિત, ગુણદોષ, કર્તવ્ય, અકર્તવ્ય સારી રીતે વિચારી સમજી શકાય તે માનસિક કેળવણું. સારું વાંચન, મનન અને સત્સંગથી માનસિક કેળવણી મળી શકે છે. - ૧૦. “સાચું તે જ મારું” એ સત્ય તત્વને આદર જેથી