________________
પરિણામનું યથાર્થ ભાન કરાવી તેને ઉદ્ધાર કરે છે. આનું નામ તે મહાત્મા!
હિંસા કરીને આવનારને આવકાર આપનાર, હિંસામાં કર્તવ્યારે પણ કરનારમાં ‘મહાત્મા’ પદનું આરેપણું, તે તે પદની મશ્કરી છે: અવહેલના છે. હિંસામાં ધર્મ સ્થાપનારની ગણના મહાપાપીમાં મુનિશ્રી ગણાવે છે. - ૩૮. “મહાપાપી આપઘાત કરનાર, વિશ્વાસઘાત કરનાર, સદગુણ લેપનાર, ગુદ્ધોહી, બેટી સાક્ષી ભરનાર. ખોટાને સહાય આપનાર, હિંસામાં ધર્મ સ્થાપનાર, વારંવાર પચ્ચખાણ ભાગનારને મહાપાપી જાણવા.”
| પૃષ્ઠ ૭૯-૮૦. સુંઠને ગાંગડે ગાંધી બનેલા કૅક, “અહિંસા જેવા પવિત્ર તત્વના ચેડાં કરી જગતને ઉન્માર્ગગામી બનાવે છે.
સબલ સામે “અહિંસા"ને ઉચ્ચાર અને નિર્બલ સામે ગોળીબાર, છતાં ત્યાં ગણાવવો અહિંસાનો વ્યવહાર એ તે દંભની પરાકાષ્ઠા છે!
કલાશિક્ષણ વગેરેમાં પરમાર્થના બહાને, આજના કેળવાયેલા . હિંસાને પણ બચાવ કરે છે; એટલું જ નહિ પણ હિતોપદેશકોની સામે મોરચા માંડે છે. સન્મિત્ર મુનિશ્રી કહે છે –
૩૧. “જીવદયા પ્રશંસા-જીવદયા ધર્મનું મૂલ છે જ્યાં (જેમાં) જીવદયા નથી તેનું મૃત પાતાલમાં પેસી જાઓ, ચતુરાઈ વિલય પામો અને બીજા ગુણે અલોપ થાઓ ! જીવદયાવડે જ તે બધા સાર્થક છે.”
પૃષ્ઠ ૮૯. સન્મિત્ર મુનિશ્રી હિતસંદેશ સમર્પતાં કેળવણીને અંગે લાલબત્તી ધરી બતાવે છે–“વિદ્વાન્ ન્યાયાધીશ ન્યાયને બજારુ ચીજની માફક વેચે છે, સંસ્કારી ગણાતા વકીલે અને બેરીસ્ટરે અસીલને નીચાવવા