________________
પ્રવચન-૫
: ૯૧ વિના માત્ર ગતાનુગતિક ધર્મારાધના કરવાથી વિશેષ કંઈ લાભ નથી. એમ તે આપણા આત્માએ ગયા જન્મમાં-અનતા ગત જન્મમાં ખૂબ ખૂબ ધમ કર્યો છે. છતાં પણ હજી આજે ય દુખપૂર્ણ, વેદનાપૂર્ણ સંસારમાં ભટકવાનું ચાલું છે! કઈ શાશ્વત્ સુખ, પૂર્ણ આનંદ પ્રાપ્ત નથી થશે. આ જીવનમાં પણ નહિ વિચારે તે શું થશે ? આધિ-વ્યાધિ-ઉપાધિને અંત નહિ આવે. જ્યાં સુધી જન્મ લે પડશે ત્યાં સુધી દુખ આવશે જ. ધર્મથી આપણે જન્મને મીટાવવાને છે. ફરી ફરીને જન્મ ન લેવું પડે, કયારેય જન્મ લે જ ન પડે, તે ધર્મ-પુરુષાર્થ કરવું પડશે. આ પુરુષાર્થ ક્રમશઃ થશે. સંભવ છે પાચ-સાત જનમ પણ લાગી જાય. પણ શરૂઆત તે કરવી પડશે ને ? દષ્ટિ ખુલવી જોઈએ. દષ્ટિ ખૂલી જાય તે પછી દુર્ગતિઓમાં એટલે કે નરકગતિ કે તિર્યંચગતિમાં જવાનું બંધ થયું જ સમજો ! ધર્મ તમને ઉચ્ચ મનુષ્યગતિ અને ઉચ્ચ દેવગતિમાં લઈ જ જશે સમ્યગ્દષ્ટિ : આમૂલ પરિવર્તનનું દિવ્ય અંજનઃ
સભામાંથીઃ ધર્મ કરનારની શું સદ્ગતિ જ થાય છે? મહારાજશ્રી હા, જીવાત્માની જ્ઞાનદષ્ટિ ખૂલી ગઈ હોય, જીવાત્માને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય તે તે સદગતિનું જ આયુષ્યકમ બાંધશે. સમ્યમ્ દર્શન હોય તે આયુષ્યકર્મદેવગતિનું જ બંધાય છે. એ નિયમ છે. સમ્યગ્દશન આત્માને એક વિશિષ્ટ ગુણ છે આ ગુણ પ્રકટ થતાં જ વિશ્વને જોવાની, જડ અને ચેતન પદાર્થો જોવાની દષ્ટિમાં આમૂલ પરિવર્તન આવે છે. સમ્યગ્દર્શન પ્રગટ થતાં કષાની તીવ્રતા નથી રહેતી અને આત્મદર્શન–પરમાત્મ દર્શનની એક ઝાખી થાય છે. સંસારનું ભીતરી રૂપ દેખાય છે. સંસારને તે હૃદયથી ચાહત નથી, ધિક્કારે છે તેને. હા, આ જીવ બાહ્યદષ્ટિએ સંસારના પાપમાં ફસાયેલે પણ હોઈ શકે સંસારના વૈષયિક સુખમાં લીન થયેલે પણ જણાય, પરંતુ તેનું હૈયું અનાસક્ત હોય ! કારણ કે તે જાણે છે કે હું જે કરું છું તે કરવા જેવું નથી આવી