________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
લખપતિ નહિ બનાય. અનીતિથી જ લખપતિ બનશે તે તમે શું કરશે ? અનીતિથી જ બંધ કરવાના ને મોટા ભાગે બધાં એજ કરે છે. કારણ કે તમારે જહદી શ્રીમંત થવું છે. આજે ને આજે જ તમારે અઢળક ધન જોઈએ છે. ભેગસુખ જોઈએ છે. સ્વર્ગ અને મે પણ આજે ને આજે, અરે! અબઘડી જ જોઈએ છે. પણ ના મોક્ષ અબઘડી જોઈએ એવી તાલાવેલી તમને નહિ થતી હેય. કેમ શું કહે છે? બરાબર, સાચું કહું છું ને?
ધમ આ બધાં જ સુખ આપે છે પરંતુ તમારી ઉતાવળ તેમાં કામ નહિ આવે! સુખ આપવાની ધમની એક લાંબી પ્રોસીજરપ્રક્રિયા છે. સુખ મેળવવા તમારે એ પ્રક્રિયામાંથી પસાર થવું જ રહ્યું. આજે આપણી પાસે જે કંઈ સુખ છે તે બધું ધર્મથી જ મળ્યું છે. એક લાંબી પ્રક્રિયામાથી આપણે પસાર થયા છીએ. જન્મજન્માંતરની વાતે-ઘટનાઓ આપણને યાદ નથી પરંતુ આપણે અનેક જન્મોમાં ધર્મની એ પ્રક્રિયામાંથી પસાર થયા છીએ ત્યારે જ આજે આપણને આટલું ને આવું સુખ મળ્યું છે. સુખનાં સાધન મળ્યાં છે. સુખને અનુભવ થાય છે. આજે પણ આ જીવનમાં ફરી ધમની એ પ્રક્રિયામાંથી પસાર થઈશું તે આવનારા બીજા જીવનમાં પણ સુખ જરૂર મળશે. ધર્મની એ પ્રક્રિયા
ધર્મની બે પ્રક્રિયા છે. એક પ્રક્રિયા છે પુણ્યકર્મના બંધની. બીજી પ્રક્રિયા છે પાપ-કર્મોના ફાયની-નાશની. પુણ્યકર્મનાં બંધથી ભૌતિક સુખ મળે છે અને પાપકર્મોના ફાયથી આત્મિક સુખ મળે છે. ધર્મથી તાત્કાલિક પાપકર્મોને ક્ષય થઈ શકે છે આથી આત્મિક સુખ તુરત જ મળે છે. પરંતુ ધમથી જે પુણ્યકર્મ બંધાય છે તે તો ઉદયમાં આવે ત્યારે જ ભૌતિક સુખ મળે. પુણ્યકર્મ કરવાથી આજે જે પુણ્ય બંધાયું તે પુણ્ય તાત્કાલિક ઉદયમાં નથી આવતું. અમુક સમય બાદ તે બાંધેલું પુણ્યકર્મ ઉદયમાં આવે છે. કર્મસત્તાને આ એક