________________
પર ?
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
નળ ન હતા. લાઈટ ન હતી. મોટા મોટા મકાન ન હતા. કાપડની આ નાની મારકેટ પણ ન હતી. ત્યાં તે ત્યારે હતું મોટું વિશાળ મેદાન. આ મેદાનના એક ખૂણે જીવરાજ શેઠની દુકાન હતી.
જીવરાજ શેઠ ધનવાન હતા. મેટી હવેલીમાં રહેતા. શેઠ જેમ અર્થ–પુરૂષાર્થ કરતા અને કામગ ભેગવતા તેમ ધર્મ પણ કરતા હતા. શેઠને ધર્મક્રિયા કરવાને શેખ હતે. કપાળમાં આઠ–દસ ટપકા કરીને શેઠ દુકાનની ગાદીએ બેસતા. કેઈ ઘરાક ન હોય ત્યારે રૂદ્રાક્ષની માળા ફેરવી ભગવાનનું નામ લેતા.
એક દિવસની વાત છે. નારદજીનું વિમાન ઈન્દોર પરથી પસાર થતું હતું. નારદજીની ઈચ્છા ઈન્દીર જવાની થઈ ! આથી તેમણે વિમાન પેલા મેદાનમાં ઉતરાવ્યું. વિમાનમાંથી ઉતરી નારદજી ઈન્દૌર જેવા નીકળ્યા. મેદાનના એક ખૂણે જીવરાજ શેઠની દુકાન હતી. દુકાન પર જીવરાજ શેઠ હાથમાં રૂદ્રાક્ષની માળા લઈ રામનામ જ પી રહ્યા હતા
નારદજી તે શેઠને અહેભાવથી જોતા જ રહી ગયા. “અહહા! કેવા ભક્ત છત્ર છે! નારદજીએ શેઠના લલાટમાં ચંદનના આઠ–દસ તિલક જોયાં. હાથમાં રૂદ્રાક્ષની માળા જોઈ. અને તેમણે શેઠને ભકત માની લીધા. તે તેમની દુકાને ગયા. શેઠે નારદજીને જોયા. ખૂબજ ખૂશ થયા. દુકાનમાંથી નીચે ઉતરીને નારદજીના ચરણમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. નારદજીએ પોતાના બે હાથથી પકડીને તેમને ઊભા કર્યા. શેઠની આંખમાં આનદના આંસુ છલકાઈ આવ્યાં, ગદગદ કંઠે બેલ્યા
કહિ દેવર્ષિ ! આપ મારા આંગણે પધાર્યા. ધન્ય બની ગયે હું! કલ્પવૃક્ષ મારા કારણે આવ્યું. મને કામધેનુ, કામકુંભ મળી ગયો ! પધારે ગુરૂદેવ ! પધારે! મારી ગરીબની ઝૂંપડી પાવન કરે !”
નારદજી તે શેઠના વિનય અને ભકિતથી પાણી પાણી થઇ ગયા. શેઠની દુકાનના પગથિયા ચડી ઉપર આવ્યા. શેકે તેમને વિનયથી