________________
wwwverwinnisvoervoumiomuuuuuuuuu
આજે જ્યારે મનુષ્ય વધુ ને વધુ ઘર્મવિમુખ બનતું જાય છે, વધુ ને વધુ પાપાચરણે કરતે જાય છે, ત્યારે એને ધમસન્મુખ કરવા અને પાપાચરણથી અળગો પરવા એને ધર્મને પ્રભાવ સમજાવ, ધર્મનું સ્વરૂપ સમજાવવું, ખૂબ આવશ્યક બની ગયું છે.
ધર્મના પ્રભાવેને જે માનવી સમજી લે તે એ સુખ મેળવવા પાપ પાસે નહીં જાય. ધર્મનું સ્વરૂપ સમજી લીધા પછી ધર્મના નામે ચાલી રહેલી અધાર્મિક ક્રિયાઓ તરફ નહીં ખેંચાય.
ધર્મ સામે આજે ઘણા પડકાર ઉભા છે. જે એ પડકારને શીઘ જવાબ આપવામાં નહીં આવે તે માનવી ધર્મથી ઘણો દૂર ફેંકાઈ જશે. નુકશાન ધર્મને નથી થતું, માનવીને થાય છે. ધર્મ વિના માનવી આંતર શાન્તિ, આત્મ-પ્રસન્નતા કે સુખ-સમૃદ્ધિ પામી શકતે નથી. આ પ્રવચનમાં આ જ બધી વાત ઉપર વિચારણા કરેલી છે.
વિદ્વાન અને પ્રજ્ઞાવતને આ પ્રવચનમાં ઘણું ત્રુટીઓ દેખાશે, પરંતુ તેઓ કરૂણબુદ્ધિથી તે ત્રુટીઓ તરફ ધ્યાન ન આપતાં, એમાં જે કંઈ સારભૂત વાતે હોય તે ગ્રહણ કરશે ! સંતે અને સજજને સાર ગ્રહણ કરવામાં કુશળ હોય છે.
આ પ્રવચને મનનપૂર્વક વાંચીને જે કંઈ જીવાત્માઓ ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને આદર ધરાવશે, ધર્મના સ્વરૂપને સમજી, એવા ધર્મનું આચરણ કરશે, તે જીવાત્માઓ અવશ્ય આમશાંતિ પ્રાપ્ત કરશે. સહુ જીવો આત્મશાતિ પામે, એજ મંગલકામનાથી આ પ્રયત્ન કરવામાં આવ્યા છે.
જય વીતરાગ. ડીસા,
મુનિ ભદ્રગુપ્તવિય.
૪-૮-૭૯