________________
૪૩૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના ગુણ પ્રેમ કેઈ સુલભ તત્વ નથી, દુર્લભ તત્તવ છે. પાંચેક મિનિટ માટે પ્રભેદ ભાવનાનું ચિંતન કરી લેવાથી ગુણપ્રેમી નથી બની જવાતું. પ્રમોદને સબજેટ-વિષય વિશાળ અને વિરાટ છે. કેટલે વ્યાપક છે એ તમારે જાણવું છે ને? તે બરાબર ધ્યાનથી સાંભળોઃ ૧. જે વીતરાગ સર્વજ્ઞ છે, જે સદેહ પરમાત્મા છે, જે જીવે ઉપર
અનહદ ઉપકાર કરે છે તેઓ પ્રમેહના સર્વશ્રેષ્ઠ વિષય છે. ૨. જે દેહાતીત થઈ ગયા છે, જે સિદ્ધ-બુદ્ધ-મુક્ત છે, અનંત
ગુણોના સાગર છે, તે સૌ પ્રદના સર્વશ્રેષ્ઠ વિષય છે. ૩. જે પર્વતની ગુફાઓમાં, જંગલમાં, ખંડેરમાં અને
એકાંત સ્થાનમાં નિર્મમ અને અવિકારી ભાવે આત્મધ્યાન ધરે છે, સમતારસમાં લયલીન રહે છે, અપ્રમત્ત ભાવે ઘેર તપશ્ચર્યા કરે છે, તેઓ પ્રાદના શ્રેષ્ઠ
પાત્ર છે. ૪. જે સાધુ પુરૂષ સમ્યફ જ્ઞાની છે, નિસ્વાર્થ અને નિરપેક્ષ - ભાવે લેકેને ધર્મોપદેશ આપે છે, જેમનું મન શાંત
છે, ઈન્દ્રિયે બધી જેમની ઉપશાંત છે, જિનશાસનની
જે પ્રભાવના કરે છે તે સૌ પ્રદને પાત્ર છે. ૫. જે ગૃહસ્થ સ્ત્રી કે પુરૂષ દાન, શીલ, તપ અને ભાવ-આ
ચાર પાયાના ધર્મની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે તે
સૌ પ્રમાદને પાત્ર છે. ૬. જે સાધ્વીઓ પિતાના શીલને સુરક્ષિત રાખે છે, જ્ઞાન
ધ્યાન અને ત૫માં રમતા રહી નિરહંકારી ચિત્તથી
મકામાગની ઉપાસના-સાધના કરે છે તે પ્રમાદ પાત્ર છે. ૭. જેમને સમ્યફ દર્શન ગુણ પ્રાપ્ત થયું નથી પરંતુ
જેઓ પરમાર્થ પોપકાર અને સંતોષ વગેરે માગનુસારી જીવનના ગુણેને ભંડાર છે, તે સૌ પ્રદ ભાવનાના વિષય છે.