________________
પ્રવચન-૨૪
૪ર૭
મય, વેદનામય બનશે શ્રમણ ભગવાન મહાવીરે એટલા માટે તે કહ્યું કે
સાવવાનીથી-ઉપગપૂર્વક ચાલે. વિવેકપૂર્વક ચાલ સાવધાનીથી બેસે. ખાઓ તે સાવધાનીથી. પીએ તે સાવધાનીથી. બેલે તે સાવધાનીથી..!
સાવધાની એટલે જાગ્રતિ. કેઈ ખાટા-નઠામા-ખરાબ વિચારનું બીજ આત્મભૂમિમા પડી ન જાય તે માટે સાવધાન રહે ! જાગ્રત રહે ! વિચારેનું બીજ આત્મભૂમિમાં પડતાં વાર નથી લાગતી. વિચારથી સંસારી, વિચારેથી સાધુ :
કહે, તમારે કે પાક જોઈએ છે? કેવાં વૃક્ષ તમને પસંદ છે? બાવળના ? લીમડાના ? આબાના? તમે જે શત્રુતાપૂર્ણ વિચાર ક્ય, ક્રરતાપૂર્ણ વિચાર કર્યા, ઈર્યા પૂર્ણ વિચાર કર્યા, ઘણા અને તિરસ્કારપૂર્ણ વિચાર કર્યા તે સમજી લેજે કે નરક તમારા બારણે ટકારા મારી રહી છે તે યાદ રાખજો કે તિર્યંચગતિ તમને તેડવા આવીને તમારા જીવન બારણે ઊભી છે. કેઈપણ હેય, સંસારી હોય કે સાધુ હેય, વિચારોથી માણસ સંસારી છે, વિચારથી માણસ સાધુ છે. રાજર્ષિ પ્રસન્નચંદ્ર સાતમી નરકમાં જવાના કર્મ કેવી રીતે ભેગાં કય? વેષ તેમને નિતાંત સાધુને હતું પરંતુ વિચાર તેમના ત્યારે નખશિખાન્ત સંસારીના હતા ! ભરત ચક્રવતી અરિસા ભુવનમાં કેવળજ્ઞાન કેવી રીતે પામ્યા? વેલ તેમને પૂરેપૂરે સંસારને હતે . પરંતુ વિચારથી તે ત્યારે પરિપૂર્ણ સાધુ હતા! વિચારેએ ભરત ચક્રવર્તીને વીતરાગ બનાવી દીધા. સર્વજ્ઞ બનાવી દીધા
વિચારશક્તિનો અદ્દભુત પ્રભાવ છે. જાથત રહો તે જ વિચાર શુદ્ધ રહી શકે છે. જાગ્રતિ ચાલી ગઈ, ભાન ભૂલાયું, હાશ છે, બેહેશ અને બેભાન બન્યા, કું ખાધું તે ગયા કામથી! બેશી ઘણી જ ખતરનાક છે, બેહશીમા ન કરવાના વિચાર આવે છે. જેમ ભાંગ ચરસ શરાબ વગેરેને નશે હેય છે તેમ રાગ, દ્વેષ અને મેહ વગેરેને પણ એક નશો હોય છે અને નશામાં હોશ નથી હોતા,