________________
પ્રવચન-૨૩ -
: ૪ર૧
કિઈ વજન નથી. કેઈ પરજન નથી. આ સંસારમાં વજન પરજન બને છે. પરજના સ્વજન બને છે. કેઈ સંબધ સ્થિર નથી. શાશ્વત નથી. સ્થિર અને શાશ્વત મારે આત્મા છે. એક જ જ છું અને એટલે જ પરલકની યાત્રા કરીશ તે પછી એટલે જ મસ્ત જીવન શા માટે ન જવું? આ પ્રમાણે એકવ ભાવના સુદઢ કરે. •
માધ્યસ્થ ભાવનાની આધારશીલા છે એકત્વ ભાવના. એહમહું એકલો છું આ વિચાર નિરાશાને કે દુર્બળતાનો નથી. રડતા રડતા ન વિચારશે કે “શું કરું ? હું એકલું કેઈપણ પ્રકારની દીનતા કર્યા વિના ચિંતન કરવું કે હું એકલો છું.' અંતરને-હૈયાને એકત્વની ભાવનાથી ભાવિત કરવું. આત્મભાવને પુષ્ટ કરતા રહે. એકવ વિના માધ્યશ્ય નહીં • સભામાંથી આ પ્રમાણે વિચારવું એ સ્વાર્થીપણું નથી?
* મહારાજશ્રી ના, તેમાં જરાય સ્વાર્થીપણું નથી. આત્મભાવને પુષ્ટ કરનાર જ સાથે પરાર્થ અને પરમાર્થ કરી શકે છે. જેણે આત્માને જાણે નથી, આત્માનું એક જાણ્યું નથી તે સારો અને નિર્દભ પરાર્થ–પરમાર્થ નથી કરી શકતે, કરવા જશે તે પણ દંભ કરશે ! સાધશે વાર્થ અને બતાવશે પરમાર્થ / આજકાલના દેશનેતાએને તમે નથી જોતા? શું કરે છે તે લેકે? કહે છે કે “અમે તમારૂં કલ્યાણ કરવા માંગીએ છીએ. અમારે તમને સુખીને સમૃદ્ધ કરવા છે. પણ વાસ્તવમાં તેઓ શું કરે છે? સેવાના નામે, લેક કલ્યાણના નામે ખૂદ પિતાની બેન્ક બેલેન્સ સમૃદ્ધ કરે છે! કે ભયાનક દંભ છે આ? જે ખૂદ પિતાને નથી જાણત, આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે તેને નથી જાણતે, તે પરમાર્થ નથી કરી શકતે. આથી પ્રાચીનકાળના ત્રષિ-મહર્ષિએ વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપતા, એ શિક્ષણના પહેલા, સર્વપ્રથમ આત્મા ને સમજાવતા. ભલે, પ્રારંભમાં દાર્શનિક રીતે આત્માની સમજ નહોતા આપતા પરંતુ