________________
પ્રવચન-૨૩
સુખો પ્રત્યે નિર્વેદ જાગે છે?
પણ તમને લેકેને તે તેમાં સાર જ જણાય છે ને ? એમ જ જણાય છે! કારણ કે તમે કયારેય એ અંગે ચિંતન-મનન કર્યું જ નથી. સંસારના સુખની કવેલિટી' જાણે! એ સુખે સાર છે કે અસાર? એ સુખે હણિક છે કે શાશ્વત એની એકસાઈ, એની પરખ ઓળખ કરી લેવી જરૂરી છે. તમારી પાસે બુદ્ધિ છે, તમે વિચાર પણું કરી શકે છે. વૈષયિક સુખના સારાસારને વિચાર નહિ કરે અને સુખે પ્રત્યે તમને નિર્વેદ નહિ થાય તે તમારા જીવનમાં દુખ જ દુખ શેષ રહેશે. કારણ કે સુખ પ્રત્યે નિર્વેદને અભાવ એટલે વૈરાગ્યને અભાવ! અને વૈરાગ્યને અભાવ જ તે તમામ એની જ જડ છે! મૂળભૂત કારણ છે !
સુખે પ્રત્યે રાગ છે તે સુખ મેળવવાની પ્રબળ ઈચ્છા જાગે છે. જે સુખ મળે નહિ તે ચિંતા ને સંતાપ થાય છે. થાય છે કે નહિં તમને લોકેને? સુખ પ્રિય છે પરંતુ મળતું નથી. મળે છે તે શાશ્વત ટકતું નથી. હુક રહે છે, પરંતુ જોગવવાની શકિત ને ક્ષમતા ન હોય તે કેવી વેદના થાય છે? તમારે શું તમારું જીવન આમ વેદનામાં જ વ્યતીત કરવું છે? રડી રડીને જ આયખું પૂરું કરવું છે? પ્રકાશ હેવા છતાં પણ અંધારે શા માટે અટવાઈ " રહ્યા છે ? પાસે અમૃત હોવા છતાય શીદને ઝેરના કટોરા પી રહા છો?
સંસારના સર્વ સુખ અસાર અને સાણિક છે તેનું ભાન થવું જોઈએ. એકેએક વિષયસુખ અસાર અને ક્ષણિક છે તેની પ્રતીતિ આત્માના એકેએક પ્રદેશને થવી જોઈએ. એ પછી તમારી પાસે ગમે તેવું સુખ આવે, તમે ગમે તે સુખ ભેગવે, તમારું મન આસકત નહિ બને, સુખમાં તમે લિપ્ત અને લુખ્ય નહિ બને અને સુખ ચાલ્યું જશે તે પણ તમે હાયાય નહિ કરે. છાતી નહિ ફૂટો. સુખના ચાલ્યા જવાથી તમારા મન ઉપર કેઈજ અસર નહિ થાય.