________________
૩૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
આપણે જ્ઞાની પુરુષની વાત સાંભળીએ છીએ અને તેને આપણી બુદ્ધિ પ્રમાણે સમજીએ છીએ. જે આપણું દષ્ટિ અર્થપ્રધાન હશે તે આપણે વિચારીશું “આચાર્ય કહે છે ધર્મથી ધન મળે છે, તે હું ધર્મ કરું જેથી મને ધન મળશે.” આપણું દષ્ટિ કામપ્રધાન હશે અર્થાત્ ભગપ્રધાન હશે તે વિચારીશું. “આચાયે કહ્યું છે કે ધર્મથી ભેગસુખ મળે છે. મારે તે ભેગસુખ જોઈએ છે. તે ધર્મ કરીશ તે મને ભેગસુખ મળશે. અને જે આપણી દષ્ટિ એક્ષપ્રધાન હશે તે આપણે વિચારીશું- આચાર્ય કહે છે કે ધર્મ મેક્ષ આપે છે. મારે તે મેક્ષ જ જોઈએ. હું ધર્મપુરુષાર્થ કરીશ તે મને મિક્ષ મળશે.”
સંસારમાં ઘણા પ્રકારના જીવ હોય છે. મુખ્ય ત્રણ પ્રકારના જીવ હોય છે અર્થપ્રધાન, ભગપ્રધાન અને એક્ષપ્રધાન. ગ્રન્થકાર આચાર્યશ્રી આ ત્રણેય પ્રકારના જાને નજરમાં રાખી કહે છે: તમારે જે જોઈશે તે તમને ધર્મ આપશે ! અધર્મ નહિ આપે ! પાપ નહીં આપે ! ધન પાપથી અર્થાત્ હિંસા કરવાથી, જૂઠું બેલવાથી, ચોરી કરવાથી નહિ મળે. આ વાત બરાબર સમજી લે. ધન પણ ધર્મથી જ મળશે. વગર માંગે મળશે. સંસારના સારામાં સારા શ્રેષ્ઠ ભેગસુખ પણ ધર્મથી જ મળશે. પાપથી-પાપ કરવાથી નહિ મળે. હિંસા વગેરે પાપથી અર્થ અને કામ મળતા હતા તે દુનિયામાં પાપ કરવાવાળા બધા ધનવાન હોત અને તેમને તમામ ભેગસુખ મળ્યાં હોત, પરંતુ બને છે એવું દેખાય છે દુનિયામાં એવું કંઈ ? કહે, દુનિયામાં પાપ કરનારા વધુ છે કે ધર્મ કરનારા ?
સભામાથી ? પાપ કરનારા જ વધુ છે.
મહારાજશ્રી : જે પાપ કરવાથી ધન મળતું હેત તે સંસારમાં ધનવાનોની સંખ્યા જ વધુ હોવી જોઈએ ને? તે સંસારમાં ઘનવાન વધુ છે કે ગરીબ ?
સભામાંથી ગરીબ જ વધુ છે. ધનવાને તે ઘણા થડા છે. મહારાજશ્રી અને અર્થ એ થયો કે સંપત્તિ અને ભેગ