________________
૪૨
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
માન-સન્માનને પાત્ર ન બને ત્યાં સુધી તેને ગળે લગાડવાને ભાવ હૈયે કયાંથી જાગે? મહારાજા પિતે ચામર વીંઝતા, હાથી પર બેસાડીને તેને ઘરે મૂકી ગયા. પરંતુ અભિમાની આ પુત્ર મહારાજાને વિદાય આપવા થડે સુધી પણ ન ગયો ! રાજા કેટલા બધા ગુણાનુરાગી કે તેમણે તેને હાથી પર બેસાડશે અને આ પુત્રે તેમને ચામર વીંઝવા દીધી !!'
ભારવિએ પિતાના બચાવમાં કહ્યું? પિતાજી! મહારાજાએ પોતે મને હાથી પર બેસાડ હતા અને પિતાની ઈચ્છાથી તેમણે મને ચામર વીંઝ હતો...”
ત્રિલોચને કહ્યું. મહારાજાએ તે પિતાની મોટાઈ બતાવી પરંતુ તારે વિનય કયાં ગયે હતે? તારી વિનમ્રતા ત્યારે કયાં હતી?...”
ભારવિને ગુસ્સો ચડે. ગુસ્સાથી તે બે “પિતાજી! આ સન્માન મારૂં નહિ, પાંડિત્યનું વિદ્વત્તાનું સન્માન હતું...”
ત્રિલોચને દઢતાથી કહ્યું: “અભિમાનની સાથે હવે દંભ કરવાને પણ પ્રયાસ કરે છે?
વળતા ભારવિએ કહ્યું: “પિતાજી! હું આ પ્રકારે અપમાન સહન કરવા ટેવાયે નથી.”
ત્રિલેચને પણ એટલી જ સવસ્થતા પણ મક્કમતાથી કહ્યું : બેટા ! જેનામાં પાત્રતા ન હોય તેને સન્માન આપવાની મને પણ ટેવ નથી.'
ભારવિ પોતાના ખંડમાં ચાલ્યા ગયે. ત્રિલોચન પૂજાખંડમાં ગયા. ભગવતી ત્રિલોચનની પાછળ પાછળ ગઈ. આજ તેનાં મનમાં ભયાનક શંકા થઈ રહી હતી. ભારવિના અભિમાની સ્વભાવથી તે સુપરિચિત હતી. પતિની સિદ્ધાંતનિષ્ઠાથી પણ તે એવી જ સુપરિચિત હતી. પુત્રના અભિમાનને પંપાળે તેવા એ પિતા ન હતા. પુત્ર માટે હૈયે વાત્સલ્ય જરૂર હતું. પણ સાથે સાથે પુત્રના અભિમાનના ઘટાપથી તેમના હૈયે દુખ પણ ભારેભાર હતું. ત્રિલોચને ભાર