________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
૪
માટે તેમને ધૃણા-તિરસ્કાર નહિ થાય. , -
જે મેટેરાઓના હૈયે ઉપેક્ષા ભાવના નથી હોતી એવા મેટેરાંઓને મેં ઘોર અશાંતિ અને સંતાપમાં સળગતા જોયા છે. જ્યારે પણ તેમની ઈચ્છા અનુસાર ન થયું, ઈચ્છાથી વિરૂદ્ધ કંઈ થયું, એવું વિપરીત કામ કરનાર પિતાના આશ્રિતને પ્રત્યે તેમને ગુર થઈ જ આવે છે. આશ્રિતને તે ન કહેવાનું કહે છે, મનમાં આવે તેવું કડવું-કઠોર સંભળાવી દે છે. તેમને ધૃણા અને ધિક્કારથી જુએ છે. પરિણામે બીજાને સુધારવાની ભાવના મરી જાય છે અને આ તે કક્કી નહિ સુધરે, તે ભ્રામક ખ્યાલ મનમાં ભરાઇ જાય છે. '
, મહાકવિ ભારવિને એક જીવન પ્રસંગ
સંસ્કૃત ભાષાના એક મહાકવિ થઈ ગયા. ભારવિ તેમનું નામ હતું. તેમની યુવાનીને એક દિલચસ્પ પ્રસંગ છે. ભારવિના પિતાજીનું નામ હતું ત્રિલેશન અને માતાનું નામ હતું ભગવતી. ભારવિ જેવા શાસ્ત્રજ્ઞ હતા તેવા જ મેધાવી પણ હતા. પણ તેમને પિતાની શાસ્ત્રજ્ઞતા અને બુદ્ધિમત્તાનું ખૂબજ અભિમાન હતું. શાસ્ત્રજ્ઞતા અને બુદ્ધિમત્તાની સાથે નમ્રતા હોય તે એ માણસ મહાત્મા બની જાય! પિતા ત્રિલોચન પણ પ્રખર વિદ્વાન અને પ્રજ્ઞાવાન હતા. યુવાન અભિમાની પુત્રને હિતકારી વાત કરવી, તેને ઉપદેશ આપ તે અનર્થકારી બનશે, આવું તે સારી રીતે સમજતા હતા. એ કડ અનુભવ પણ તેમને થયે હશે, આથી ભારવિને શિખામણ આપવાનું તેમને ઉચિત નહિ લાગ્યું હોય. અભિમાન પ્રેરિત અગ્ય આચરણને પણ એ માણસગ્ય ભાવથી જતા હતા.
એક દિવસ નગરમાં રાષણ થઈ: વિદેશના વિદ્વાન-૫ મિ તેને વાદવિવાદમાં પરાજીત કરવાની ક્ષમતા રાખનાર વિદ્વાનને રાજસભામાં પધારવા રાજાનું નિમંત્રણ છે! ઘાષણ સાંભળી ભારવિ રાજસભામાં ગયા. મહારાજાને પ્રણામ કરીને કહ્યું: “મહારાજા !