________________
૩૮૪ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના કી બીજાના ગુણ નહિ દેખાય. એવા જી પાસેથી ગુણ જોવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે. કુટેવ છોડવી સરળ નથી. બીડી, સિગારેટ જેવી મામુલી કુટેવ છોડવી પણ તેના વ્યસર્નને મુશ્કેલ લાગે છે તે પછી દેષદર્શન જેવી ગંભીર અને જુની કુટેવને છોડવાનું તે કેટલું બધું મુશ્કેલ લાગે? હા, કોઈ મહાન ભાગ્યોદય થવાને હેય, કઈ હિંચકૃપા થઈ જાય અને દેવદર્શનની કુટેવ છૂટી જાય તે અવગ વાત છે. જેમકે હરિભદ્ર પુરહિત જૈનધર્મ અને જૈન ધર્મસ્થાનમાં તે માત્ર દેષ જ જોતા હતા. પરંતુ યાકિની મહત્તા સાધ્વીજીને પરિચય થતાં તેમના જીવનનું પરિવર્તન થઈ ગયું. પરમાત્માની પ્રતિમાને ઉપહાસ કરનાર તે, ત્યારબાદ તેની ઉપાસના કરતા થઈ ગયા. . વિજાચાર્ય
આવી જ બીજી જીવન કથા છે ગેવિન્દ્રાચાર્યની. એ બ્રાહ્મણ પંડિત હતા. જૈન ધર્મ પ્રત્યે તેમના હૈયે ભારોભાર ધૃણા હતી. રાજસભામાં જૈન ધર્મના સિદ્ધાંતનું ખંડન કરી જૈનાચાર્યને પરાજીત કરવાની તેમની મહત્ત્વાકાંક્ષા હતી. જેની સાથે વાદવિવાદ કરવાને હોય તેના સિદ્ધાંતનું સમુચિત જ્ઞાન હોવું અનિવાર્ય છે, ગોવિંદાચાર્યું પણ જેનધર્મના સિદ્ધાંતનું જ્ઞાન મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ જૈનાચાર્ય વિના તેનું પ્રમાણિક સિદ્ધાંતજ્ઞાન તે કેવી રીતે પામી શકે ? તેમને તેથી ચિંતા થઈ. તે જાણતા હતા કે જૈનાચાર્ય સહુ કોઈને પિતાના સિદ્ધાંતનું રહસ્ય નથી બતાવતા. પિતાના વિશ્વાસપાત્ર અને આજ્ઞાંકિત શિષ્યને જ તે રહસ્ય બતાવે છે. આથી મારે તેમના શિષ્ય બની જવું જોઈએ. જે હું શિષ્ય બની જઉં તે જૈન ધર્મની ભીતરી સ્થિતિનું પણ સરસ અવલોકન અને અધ્યયન થઈ જશે પછી હું એ જૈનાચાર્ય સાથે વાત કરીશ, વાદવિવાદમાં તેમને હરાવીશ અને જૈન ધર્મને ભારત બહાર હાંકી કાઢીશ.”