________________
३६८
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના જૈન દર્શન એટલું ગહન, ગંભીર અને વિશાળ છે કે તેનું મિક અધ્યયન કરવાથી જ તેનું સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. જૈન દર્શનનું રહસ્યભૂત જ્ઞાન તે સાધુ જીવનમાં જ પામી શકાય છે. અનેકાન્તવાદ અને સતનાની વાતે જાણવા-સમજવા માટે સતત ગુરૂકુળવાસમાં રહેવું જોઈએ. આ લેકને અર્થ જાણવાથી શું ? આ તે જૈન પરિભાષામાં લખાયેલ લેક છે. અર્થ પણ તેને સરળ છે. તમારા જેવા મેધાવી, મનસ્વી અને પ્રજ્ઞાવંત પુરૂષ તે કૃતધર બની શકે છે. જ્ઞાનની અપૂર્વ ત પિતાના આત્મામાં પ્રકટ કરી શકે છે. અનેક અજ્ઞાની છને જ્ઞાનને પ્રકાશ પ્રદાન કરી શકે છે. માનવજીવનની આજ તે સફળતા છે.”
આચાર્ય ભગવંતની ધીર, ગંભીર અને વત્સલ વાણીએ હરિભદ્ર પુરોહિતના હૈયાને ભીંજવી દીધું. તેમને પિતાની પ્રતિજ્ઞાનું બરાબર ભાન-જ્ઞાન હતું. આચાર્યશ્રી કઈ વાત તરફ ઈશારો કરી રહ્યા છે તે પણ તેઓ સમજતા હતા. તેમના તન-મન-આત્મામાં અપૂર્વ આનંદની શરણાઈ વાગી રહી હતી....!
સમય પૂરો થઈ ગયો. બસ, આટલું જ.