________________
પ્રવચન-૨૦
૩૬૧ વિશુદ્ધ પાલન કરે છે, તેમના પ્રત્યે પણ પ્રમોદભાવ હે જોઈએ. કે એકાદ-બે સાધ્વીઓનું અવિવેકી આચરણ જોઈને તમામ સાદી સંસ્થા ઉપર વારેપણુ નહિ કરવું જોઈએ. જે સાધ્વી સાધનાસભર છે, જ્ઞાન–સ્થાનમાં તલ્લીન છે, પિતાના ગુરૂજનોની સેવા-ભક્તિ કરવામાં તત્પર છે, પિતાના શીલની રક્ષામાં જાગ્રત અને ખબરદાર છે, તેમના પ્રત્યે મનના છાના ખૂણે પણ દુર્ભાવ ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ.
પરમાત્મા જિનેશ્વરદેવના ધર્મશાસનમાં સાધ્વીઓનું પણ મહવપૂર્ણ સ્થાન છે. સાધ્વીઓના જીવનમાં પણ અનેક પ્રકારની ઉત્તમ ધર્મારાધના જોવા મળે છે. લગાતાર સેંકડે–હજારે આયંબિલની તપસ્યા કરનાર સાદવીઓ આજે પણ વિદ્યમાન છે. હજારો લેકે કંઠસ્થ કરી જ તેને સ્વાધ્યાય કરનાર સાધ્વીઓના પણ આજે દર્શન થાય છે. ગુરૂજનની અપ્રતિમ સેવા-ભકિત કરનાર સાધ્વીઓ પણ આજે આપણું વચમાં છે. આજના રંગીલા અને માછલા કલિયુગમાં સંસારના બધા રંગ-રાગ, ભેગપગ-સુખ સગવડે છોડીને સંયમ ધર્મના કઠોર વતનિયમનું હસતા ચહેરે પાલન કરવું એ સાકરિયા ચણા ખાવાનું કામ નથી. લેઢાના ચણા ચાવવા જેવું સંયમધર્મનું પાલન છે. આવા કઠિન સંયમધર્મની સાધના કરતી સાધ્વીઓ પ્રત્યે પણ હૈયે પૂજ્યભાવ અને પ્રમેદભાવ હવે જોઈએ.
આપણુ ધર્મગ્રન્થોમાં ભગવાન શિષભદેવના સમયની બ્રાહ્મી અને સુંદરી આદિનું ચરિત્રવર્ણન આવે છે. બાહુબલીને કેવળજ્ઞાનને માર્ગ કેણે બતાવ્યો હતો? સાધ્વી બ્રાહ્મી અને સુંદરીએ જ! એજ પ્રમાણે જેનું આપણે હમણા જ ચિંતન-મનન-વિવેચન કરીએ છીએ તે “ધર્મબિન્દુ ગ્રન્થના રચયિતા હરિભદ્રસૂરિજીને હરિભદ્ર પુરે હિતમાંથી હરિભદ્રમુનિ કેસે બનાવ્યા હતા? યાકિની મહત્તા
નામની એક સાધવીએ ! હરિભદ્રસૂરિજી જેવા મહાન કૃતઘરે આ ૪૬ સાધ્વીને માતાનું સર્વોચ્ચ સ્થાન આપીને, પોતાના અનેકવિધ