________________
પ્રવચન-૨૦
૧ ૩૫૩
૩, પરભવ-ઈહભવની અપેક્ષાથી સુખ પ્રત્યે પ્રદ ૪. પરભવ–શાશ્વત સુખ પ્રત્યે પ્રદ
આપણે આ ચાર પ્રકારની “પ્રમોદ ભાવનામાંથી સર્વ પ્રથમ ચોથા પ્રકારની-શાશ્વત્ સુખ પ્રત્યેની પ્રમોદ ભાવનાની વિચારણા કરીશું. ત્યાર બાદ ત્રીજ, બીજી અને છેલ્લે પહેલાની. આજે અને કાલે એમ બે દિવસમાં આ ચારે ય પ્રકારની સંપૂર્ણ વિચારણા કરવી છે. તીર્થંકર પરમાત્મા પ્રત્યે સ્નેહભાવ :
જે તીર્થંકર પરમાત્માઓએ પરમ શાશ્વત સુખ પામવાને પંથ બતાવ્યું, એ એક્ષ-માર્ગનો પ્રેરક ઉપદેશ આપ્યો, એ માર્ગમાં મુમુક્ષુ પથિકને સાથ પણ આપે, તે તીર્થંકર પરમાત્માઓ પ્રત્યે આપણા અંતરમાં અપાર સનેહ અને અમાપ મમતા હોવી જોઈએ. તીર્થ કર પરમાત્માના ગુણ ગાવાથી તેમના જીવન અને ઉપદેશનું ચિંતન, મનન, સ્મરણ અને પઠન કરવાથી તેમના પ્રત્યે પ્રેમ જાગ્રત પણ થશે અને દઢ પણ બનશે. તેમના જ્ઞાનગુણ, દર્શનગુણ, વીતરાગતા અને અનંતવીય– આ ચા૨ અક્ષય ગુણેને વિચાર કરવામાં આવે તે પણ તેમના માટે હૈયે પ્રેમ ઉછળશે, ઘૂઘવશે.
જેમને કેઈના પ્રત્યે રાગ નથી, કેઈના ય પ્રત્યે દ્વેષ નથી, કશાયને જેમને મેહ નથી અને જે જ્ઞાની છે તેમના સુખની તે વાત જ શું કરવી? તેમનું સુખ અક્ષય, અખંડ અને શાશ્વત્ હોય છે. તેમનું સુખ શબ્દાતીત અને અવર્ણનીય હોય છે. દુનિયાએ રાગમાં સુખ માન્યું છે, આથી વીતરાગથી મળતા સુખની તેને કલ્પના જ નથી. રાગીના સુખ કરતાં વીતરાગીનું સુખ અનંતગણું વધારે હોય છે. “પ્રશમરતિ માં કહ્યું છે :
" यत्सविषयकाक्षोद्भव सुख प्राप्यते सरागिणा, तदनन्तकोटिगुणित मुधैव लभते विगतरागः" ।
રાગીના સુખથી વીતરાગનું સુખ અનંત અનંત વધુ હોય કપ છે. વીતરાગ સદેહે પણ હોય છે અને વિદેહ પણ હોય છે. તીર્થ,