________________
પ્રવચન-૧૪ *
૩૨૫
હા, એક વાત બરાબર ખ્યાલમાં લઈ લે. સુવતે પિતે કઈ દેવ-દેવીને પ્રાર્થના કરી નાની કે હે ક્ષેત્ર દેવતા! હવે તું જ મારી આ કેલતને બચાવ ? પરમાત્માને પણ તેમણે કાકલૂદી નહતી કરી કે “ભગવંત! આ રે મારી સંપત્તિ સારી ન જાય એમ તું કંઈ કર !” સુત્રત શેઠ ગૃહસ્થાવાસમાં પણ અનાસક્ત યોગી હતા! તેમના હૈયે ધનસંપત્તિને કઈ મેહ ન હતા. આથી નશ્વર ધનસંપત્તિ બચાવવા માટે શા માટે પ્રાર્થના કરે? અનાસક્ત હૃદય જ મહાન ધર્મ છે. અનાસક્તિ જ પરમાન ઇ અને પરમ સુખ છે. જીવમાત્ર પ્રત્યે જેના હૈયે મૈત્રી અને કરૂણ છલોછલ છલકાતી હોય તેનું હૈયુ, તેનું જીવન તે વિશુદ્ધ ને વિમળ હોય! શાંત અને પ્રસન્ન હોય !
સવારે સુવત શેઠે “પૌવધ પાયે પિતાના કમરામાંથી બહાર આવ્યા. તેમણે ચોરેને ઉભેલા જોયા, જેતા જ પૂછયું : “તમે હજી કેમ અહીં ઉભા છે ? જતા કેમ નથી રહ્યા ગેરેએ ગભરાતો ગભરાતા કહ્યું: “શેઠજી ! અમે કેવી રીતે જઈએ? અમારા પગ જ જમીન સાથે ચૂંટી ગયા છે. આપે જ કંઇક કર્યું છે. અમને આપ છોડાવે. અમે હવે કદી ય ચેરી નહિ કરીએ. તમારે ધનમાલ પણ પાછો આપી દઈએ છીએ. વાત જાણીને સુતે ચોરોને પ્રેમથી સ્પર્શ કર્યો અને ચારાના પગમાં પ્રાણુ આયા ! હવે તે ચાલી શક્યા ! પણ ચાલીને જાય કયાં? કેટવાળ બહાર જ ઊભે હતે. કેટવાળે ચારેય ચોરને પકડી લીધા.
સુન્નતની તમામ ધનસંપત્તિ બચી ગઈ ! ચોરે બધું જ મૂકીને કેટવાળ સાથે ગયા. આનંદને આ કંઈ જે તે પ્રસંગ ન હતે. છતાય સુવતી શેઠના હૈયે કેઈ આનંદ ન હતો તે ખૂબ જ બેચેન હતા ! “ચેર પકડાઈ ગયા. હવે તેમને સજા થશે. રાજા તેમને શૂળીએ ચડાવી દેશે! બિચારા મારા નિમિત્તે અકાળ મૃત્યુ પામશે !” આવી વેદનાથી સુવત શેઠ ખિન્ન અને ઉદ્વિગ્ન હતા.