________________
પ્રવચન-૧૮
: ૩૧૩
શાસ્ત્રદષ્ટિ તે જોઈએ જ
અમે લેકે ધર્મક્રિયાઓ કરીએ છીએ પરંતુ તેમાં આનંદ નથી આવતે, મઝા નથી આવતી...” આવી ફરિયાદ તમે કરે છે ને તમારી આ ફરિયાદ દૂર થઈ શકે છે. જે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું વિધાન છે તે જ પ્રમાણે અનુષ્ઠાન કરો અને હૃદયને મૈત્રી આદિ ભાવનાઓથી ભીનું રાખે. આ માટે વિચારક્ષેત્રને વિશાળ બનાવવું પડશે. ચૌદ રાજલેકવ્યાપી વિચાર ક્ષેત્ર બનાવવું પડશે. ઉર્વિલક, અલેક અને મધ્યલોકમાં સતત પરિભ્રમણ કરી રહેલા અનંતા જેને જ્ઞાનદષ્ટિથી અને શાસ્ત્રષ્ટિથી વિચારવા પડશે. હા, શાસ્ત્રદષ્ટિ તે જોઈએ જ. શાસ્ત્રદષ્ટિ વિના જીવ કઈ કઈ ગતિમાં કેવા પ્રકારે જન્મ અને મૃત્યુ પામે છે તે તમે નહિ જાણી શકે. સંસાર કેટલે દુખપૂર્ણ છે તેને ધ્યાલ શાસ્ત્રદષ્ટિથી જ આવી શકશે.
શાસ્ત્રષ્ટિથી તમે સંસારની વાસ્તવિકતા જોઈ શકશે કે પાપકર્મ બાધીને માણસ કેવી નરકગતિ અને તિર્યંચગતિમાં ચાલ્યો જાય છે, અને એ દુર્ગતિઓમાં તે કેવાં કેવાં ભીષણ દુઓમાં પીડાય છે ! એ જાણીને, એ સમજીને એ જી પ્રત્યે તમારા હૈયે અમાપ કરૂણા ઉભરાશે. તીર્થકર કેને કહેવાય?
સંસારનું અવલોકન કરવાથી વિશ્વના સર્વોચ્ચ આત્માઓના અંતરમાં કરૂણા જાગે છે, જન્મે છે. એહો ! અજ્ઞાનના ઘેર અંધકારમાં અથડાઈ કુટાઈને જીવો ન જાણે કેવાં કેવા કુકર્મો કરે છે. અને પરિણામે તેઓ દુર્ગતિમાં જાય છે. ત્યાં તેઓ ઘર વેદનામાં લેવાય છે. મારે આ જીવને જ્ઞાનને પ્રકાશ આપવો જોઈએ. તેમને હું દુઃખમાંથી બચાવી લઉં. તેમને હું પરમ શાંતિ અને પરમસુખને
માર્ગ બતાવી દઉં.આ ઉત્કટ અને ઉગ્ર કરૂણુભાવ હૈયે છલકાય * ત્યારે એ જીવ તીર્થકર પદ પામવાને યોગ્ય બને છે. આવા કરૂણાવાન
છ જ તીર્થકર પદ પામે છે.