________________
પ્રવચન-૧૭
: ૩૧૧ નરકમાં નહિ જ. મારી દુર્ગતિ નહિ થાય. પણ તમે દુર્ગતિથી હરગિઝ નહિ બચી શકે. આથી જ કહું છું કે મૈત્રી વગેરે ભાવનાઓને આત્મસાત્ કરે. ચિત્તને શુદ્ધ કરે, શુદ્ધ ચિત્ત જ ધર્મ છે. શુદ્ધ ચિત્ત જ પુણયાનુબંધી પુણ્યને પુષ્ટ બનાવે છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્ત જ એક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણ છે. “ધર્મના વિષયમાં ગભીરતાથી ચિતન-મનન કરે.
આજે બસ, આટલું જ.