________________
૩૦૬ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
માત્ર હાથી આવ્યા હતા પણ અહીં ને હાથી પણ મળે છે અને આખુંય રાજ્ય મળે છે ! આ તા યુદ્ધ કરવા પણ મળી રહ્યા છે પ્રેમ! શું થવાનું ધાર્યું તું અને આ શું થઈ છે? અવને પણ જેની કલ્પના કરી ન હતી તે બધું બની રહ્યું છે, મને પણ ક્યાં ખબર હતી કે હું પાર્થ અને પુષ્પમાલાને પુત્ર નથી! આજ કેવું રહસ્ય ખૂલી ગયું? મારી માના સાથ્વી ! મારા પિતા દેવલોકમાં દેવ! મારો ભાઈ સુદર્શનપુરનો રાજ !” આવા તે કેક વિચાર ઉભરાયા હશે.
અને નમિરાજાએ સૈનિકેને આજ્ઞા કરી કે હેવ યુદ્ધ કરવાનું નથી!” ચંદયશ નમીને લઈને નગર પ્રવેશ કરે છે. નગરજનોને ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હતી કે મિથિલાપતિ અને પિતાના નગરના રાજા બને સગા ભાઈ છે. સૌને તેથી આના થે. યુદ્ધને ભય ચાલ્યા જવાથી અને સાધ્વી મદન રેખાના આગમનથી લોકોને ઉત્સાહ અને ઉમંગ વધી ગયા, પણ હાં. નગરજનેને ખબર નથી કે પોતાને રાજા હવે ગણતરીના જ દિવસોમાં સંસાર છોડીને સાધુ બનનાર છે ! બંને ભાઈઓ મા-સાધ્વી પાસે
બંને ભાઈઓ રાજમહેલમાં જ્યાં સાધવી માતા હતાં ત્યાં ગયા, ભાવપૂર્ણ હૈયે બંનેએ વંદના કરી. બંને પુત્રને સાથે જોઈને સાધ્વી મદનરેખા સમજી ગઈ કે હવે યુદ્ધ નહીં થાય. હજારે જીને સંહાર આમ થતું બચ્ચે તેથી તેમને ખુબ જ આનંદ થયો. તેમણે બંનેને “ધર્મલાભ” ના આશીર્વાદ આપીને કહ્યું : “વત્સ! તમે બંનેએ યુદ્ધ નહિ કરવાનો નિર્ણય કર્યો તે જાણીને મને ખૂબજ પ્રસન્નતા થઈ છે. એક હાથીના કારણે બે ભાઈ-ભાઈ વચ્ચે યુદ્ધ થાત તે ઘર અનર્થ થઈ જાત. તમે આ હિંસક યુદ્ધ નહિ લડવાને નિર્ણય કર્યો તે ઘણું જ સારું કર્યું. મારું અહી આવવું તેથી કૃતાર્થ થયું. હવે હું અહીંથી આનંદથી ચાલી જઈશ...