________________
પ્રવચન-૧૭
: ર૯૭ નથી, શીલ નથી, સદાચાર નથી તે ભાવ દુઃખી છે. જેઓ પાપ કરે છે, હિંસા કરે છે, ચેરી કરે છે, દુરાચાર સેવે છે, ક્રોધ, માન. માયા. લોભ કરે છે તે બધા આતર–દુઃખી છે. પાપચરણ કરનાર અંતરથી દુખી છે. પાપકર્મના ઉદયથી જેઓ દેખી છે તેઓ બાહ્ય દુખી છે. જેમના જીવનમાં પાપકર્મનો ઉદય છે અને અહીં પણ પાપાચરણ કરે છે તેઓ બાહ્ય અને આંતર અને દૃષ્ટિએ દુઃખી છે. એવા પણ ઘણું જીવો છે કે જેઓ દુઃખી હોવા છતાં પણ પાપાચરણ છોડતા નથી. આવા જ કરુણપાત્ર છે, આવા જીવો પ્રત્યે દ્વેષ કરવાનું નથી. ભાવ-કરુણા તેઓ માટે ચિંતવવાની છે. આ માટે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના જીવનને એક પ્રસંગ તમને કહું. ભગવાન મહાવીરદેવ અને સંગમદેવઃ
શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સાધનાકાળમાં હતા, ગામનગર અને જંગલમાં વિચરતા હતા. અનેક પરિસહ અને ઉપસગને સમતાભાવે સહન કરતા હતા, તે સમયની વાત છે. દેવરાજ ઈને પોતાની દેવસભામાં ભગવાનની સમતા અને ધીરતાની ભૂરી ભૂરી અનુમેહના કરી કહ્યું : “મહાવીર પ્રભુનું મનોબળ મેરુપર્વત જેવું અડગ અને અચળ છે. કેઈ દેવ કે દાનવ પણ તેમની સમાધિનો ભંગ કરી શકવા સમર્થ નથી. ધન્ય છે ભગવાનની ધીરતા અને વિરતા!”
દેવસભામાં હાજર રહેલા બધા દેવોએ ભગવાનની આ ગુણસ્તુતિ સાંભળી તે તે સૌની ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વધી ગઈ. પરંતુ એક દેવને વિચાર આવ્યો“ઈન્દ્ર મહાવીરના ભક્ત છે. આથી તેમની ભરપેટે પ્રશસા કરે છે. મહાવીર પણ આખરે તે માણસ જ છે ને ? દેવની તાકાત અને શક્તિ આગળ માણસની શું વિસાત? માણસ ગમે તેટલો દઢ હોય પરંતુ દેવ