________________
પ્રવચન-૧૭
: ૨૯ કહે છે તે જાણે છે ? પુણ્યકમના ઉદયથી સુખના સાધન મળે છે. વિપુલ ભેગસામગ્રી મળે છે તે તે ખબર છે ને? પરંતુ એ સુખસામગ્રીને સદુપયોગ કરે તે નવું પુણ્યકમ બંધાય છે અને તેને જે દુરુપયોગ કરે તે પાપ કર્મ બંધાય છે. તમારું પુણ્યકર્મ પુણ્યાનુબંધી હશે તે તમને સદુપયેાગ કરવાનું જ મન થશે અને જે પાપાનુબંધી હશે તે દુરૂપયોગ કરવાના વિચાર આવશે. પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય ?
ધર્મક્રિયા શુદ્ધ હોય પરંતુ મન મલિન હૈય, હૃદય અશુદ્ધ હોય તે જે પુણ્યકર્મ બંધાશે તે પાપાનુબંધી જ બંધાશે. ધર્મક્રિયા શુદ્ધ હશે અને હૃદય શુદ્ધ હશે, મન નિર્મળ હશે તે જે પુણ્યકમ બધાશે તે પુણ્યાનુબંધી જ બંધાશે. પુણ્યથી મન પુષ્ટ બને છે અને એવું પુષ્ટ મન જ મહાન ધર્મપુરુષાર્થ કરી શકે છે. આથી ફરી ફરીને કહું છું કે મન ચેખ્યું છે. હૃદય શુદ્ધ અને નિર્મળ
ખે. શુદ્ધ મનથી ધમનુષ્ઠાન કરે. મનની અશુદ્ધિ દૂર કરવાને સતત જાગ્રત પુરુષાર્થ કરતા રહે, કરતા રહો. નિર્દય અને નઠેર ન બને?
દુઃખી જ પ્રત્યે નિર્દયતા, ઉપેક્ષાવૃત્તિ વગેરે મનની ઘણી મેરી મલિનતા છે. ‘એ દુઃખી છે તેમાં હું શું કરું? એવાં એના પાપકર્મ હશે. તે ભલે ભગવતે એ...” આમ વિચારવું એ ફર નિયતા છે. એ તે એ જ લાગને છે, તે દુઃખી જ થવો જોઈએ, ઘણને તેણે દુઃખી કર્યા છે, ભલે હવે તે દુખમાં મરતે આવું વિચારવું એ ભીષણ નહેરતા છે. “મારે શું લેવા દેવા ? સુખી હોય તે એના ઘેર અને દુઃખી હોય તે એના દુખ એને મુબારક.” આમ વિચારવું એ નિર્લજ ઉપેક્ષા છે. મનની આ બિમાર અવસ્થા છે. આવું મન ધર્મ-આરાધના કરવા માટે ચોગ્ય નથી, ધમક્ષેત્રમાં