________________
પ્ર કા શ કી ય
wwwwwwwwwwwwwwwwwwwww
જ્યારે વિ.સં. ૨૦૨૯માં પૂજ્ય ગુરૂદેવશ્રીનું ચાતુર્માસ ઈન્દીર (મ.પ્ર.)માં હતું ત્યારે પૂજ્ય ગુરૂદેવશ્રીએ “ધર્મબિંદુ ગ્રંથના આધારે પ્રવચન આપેલાં. એ પ્રવચને હિન્દી ભાષામાં અપાતાં હતાં અને હિન્દી ભાષામાં લખાતા હતા.
વિ.સં. ૨૦૩૧ માં પૂજ્ય ગુરૂદેવશ્રીનું ચાતુર્માસ ભીવંડી (મુંબઈ) મા થયું ત્યારે એક મહત્વપૂર્ણ કાર્ય થયું. પૂજ્ય ગુરૂદેવશ્રીના સાહિત્યને હિન્દી ભાષામાં પ્રકાશિત કરવા માટે “રિત” માસિકપત્રને પ્રારંભ થયે. એ માસિકનું નિયમિત પ્રકાશન થતું રહ્યું છે. તેમાં બીજા વર્ષથી ઘરમ સરળ પવદનામ” હેડીંગ નીચે ધર્મબિંદુ ગ્રંથ ઉપરનાં પ્રવચને છપાવાં શરૂ થયા છે. તેમાંથી ૨૪ પ્રવચનેને અમારી સંસ્થાએ ગુજરાતી ભાષામાં અનુવાદ કરાવે. પૂજ્યગુરૂદેવશ્રી એ અનુવાદને કાળજીપૂર્વક વાંચી ગયા, આવશ્યક સુધારાવધારા કર્યા અને હસ્તપ્રત ગઈ પ્રેસમાં.
આટલા મોટા ગ્રંથનું પ્રકાશન કરવામાં અમને ઈન્દૌરમાં વસતા ગુજરાતી ભાઈઓને સારે સહગ પ્રાપ્ત થયે. અમદાવાદ નવેલ્ટી સ્ટેરવાળા રતિભાઈ અને જસવ તભાઇના નેહપૂર્વકના સહ
ગથી આ પ્રકાશનકાર્ય સરળ બન્યું.તે છનાં કાગળના ભાવે ખૂબ જ વધી જવાથી અને પ્રીન્ટી ગ વગેરેના ભાવ પણ વધવાથી અમે કિમત ઘટાડી શકયા નથી તેનું અમને દુઃખ છે.
પૂજ્ય ગુરુદેવશ્રીની સત્સાહિત્યનિર્માણની પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ પૂજ્યશ્રી દ્વારા વિચિત “પ્રશમરતિ ગ્રથને બીજો ભાગ પ્રકાશિત કરવા ધારીએ છીએ. નિયમિત રીતે પ્રીન્ટીંગ કરી આપનાર અજય પ્રીન્ટર્સના માલિક હસમુખભાઈ જે. શેઠના અમે આભારી છીએ. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના તેઓ આત્મીયજન બની ગયા છે.
સહ જિજ્ઞાસુઓ આ પ્રવચને આસ્વાદી આંતરતૃપ્તિ અનુભવે, એજ અમારી મનેકામના છે. મહેસાણું.
મેનેજીંગ ટ્રસ્ટીઓ ૪-૮-૭૯
શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ
wwwwwwwwwwwwwwwww