________________
પ્રવચન-૧૫
: ૨૫૯ ભલે કરતા હો પરંતુ તમારું હૈયું મૈત્રી, પ્રમેહ, કરુણા અને માધ્યસ્થભાવથી સભર ન હોય તે તમારી એ શાસ્ત્રકંમત અને વિધિપૂર્ણ ક્રિયા પણ “ધર્મક્રિયા' નહિ કહેવાય, નહિ ગણાય. ધાર્મિક બનવા માટે તમારું હૃદય મૈત્રીપૂર્ણ લેવું જરૂરી છે. કરુણાથી ભીનું કહેવું જરૂરી છે. પ્રમોદથી પુલક્તિ હેવું જરૂરી છે! માધ્યસ્થ ભાવથી મહેકતું હોવું જરૂરી છે ! અશુદ્ધ મનથી ધમક્રિયાઓ થઈ રહી છે !
ઉપકારીજને પ્રત્યે પણ વેરભાવ રાખે, સ્વજને પ્રત્યે દ્વેષભાવ રાખે, પરિચિતે પ્રત્યે રસ અને રોષ રાખે, બીજાનું નુકશાન થાય તે સામા માણસ સાથે વ્યવહાર કરે. અને તમે મંદિરમાં જાવ, તીર્થયાત્રાએ જાવ, ઉપાશ્રયમા જઈ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે અને તમે છાતી ફુલાવો કે “મેં ધર્મ કર્યો હુ ધર્મ કરુ છું હું તે ધાર્મિક છુપુણ્યાત્મા છુંપરંતુ મને સ્પષ્ટ કહેવા દે કે આ તમારો ભ્રમ છે. તમારી ક્રાન્તિ છે. જ્યા સુધી આવા ભ્રમમાં રહેશે? કયાં સુધી આવા જડ બની રહેશે? હૃદયશુદ્ધિ કયારેય કરશે કે નહિ?
સભામાંથી આવી ધમક્રિયાઓ કરતાં કરતાં હદયશુદ્ધિ નથી થતી?
મહારાજશ્રી : કેટલા વર્ષોથી ધર્મક્રિયાઓ કરે છે? કેટલી હૃદયશુદ્ધિ થઈ હદયશુદ્ધિ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે ખરું? હૃદયની અશુદ્ધિ ખટકે છે ખરી? નહિ, જરાય નહિ! દ્રવ્યક્રિયાઓ કરીને નિર્ભય બની ગયા છે ! “અશુદ્ધ હૃદયથી કરેલી ધમક્ષિાએથી પુય તે બંધાય છે ને ? આમ માની માત્ર તમે પુણ્યને જ પકડે છે. પુણ્યને જ ગણે છે. પુણ્યકર્મ સાથે જ તમારે સંબંધ છે. પછી શું કરવા અને શા માટે તમે હૃદય શુદ્ધિ કરે?
પ્રશ્ન : અશુદ્ધ હદયે કરેલી કિયાએથી શું પુણ્યકર્મ બંધાય છે?